કચ્છના કંડલા પોર્ટ પરથી એનઆઇએ કન્સાઇનમેન્ટ ઝડપ્યું, મિસાઇલ બનાવવાના 10 કરોડના ઇક્વિપમેન્ટ જપ્ત કર્યા

|

Sep 25, 2021 | 11:56 AM

ગુજરાતના કંડલા પોર્ટ પરથી ચીનથી પાકિસ્તાન મોકલાતા મિસાઇલ્સ ઇક્વિપમેન્ટ  જપ્ત કરવામાં આવ્યા છે.આ કન્સાઇનમેન્ટ ઝડપી NIAએ ગુનો દાખલ કર્યો છે

ગુજરાતના(Gujarat) કંડલા પોર્ટ(Kandla Port) પરથી ચીનથી પાકિસ્તાન મોકલાતા મિસાઇલ્સ ઇક્વિપમેન્ટ(Missile Equipment)   જપ્ત કરવામાં આવ્યા છે.શાંઘાઇ પોર્ટ પરથી આવેલા વેસલ્સની ચકાસણીમાં કસ્ટમ્સને શંકા પડતાં ઘટસ્ફોટ થયો હતો . આ કન્સાઇનમેન્ટ ઝડપી NIAએ ગુનો દાખલ કર્યો છે. મિસાઇલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે 10 કરોડના ઇક્વિપમેન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેના પગલે આખો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કચ્છના જખૌ નજીકના ખીદરત બેટ પરથી મળેલા કારતૂસના શંકાસ્પદ બોક્સ અને સિલિન્ડર મામલે કેટલીક નવી માહિતી સામે આવી છે..બોમ્બ ડિસ્પોઝલ ટીમે સિલિન્ડર તોડતાં તેમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો જે DND કહેવાતો વિસ્ફોટક પદાર્થ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.

બોમ્બ ડિસ્પોઝલ ટીમે પદાર્થના નમૂના લીધા છે જેને વધુ તપાસ માટે ગાંધીનગરની FSL ખાતે મોકલી આપવામાં આવશે. FSLની તપાસ બાદ જાણવા મળશે કે બોક્સ અને સિલિન્ડર ક્યાંથી આવ્યાં સરહદી વિસ્તારમાં કારતૂસનું ખાલી બોક્સ અને વિસ્ફોટક પદાર્થ મળી આવતાં અન્ય એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : JAMNAGAR : પૂર અસરગ્રસ્તોની 15થી 20 દિવસમાં સહાય આપવાની માગ, વોર્ડ નંબર 4ના સ્થાનિકોએ કલેકટરને કરી રજુઆત

આ પણ વાંચો : Vadodara સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધીશો વચ્ચે સંઘર્ષનો કેસ, બે કેદીઓને હોસ્પિટલમાં લવાયા

 

 

Published On - 11:49 am, Sat, 25 September 21

Next Video