કંડલા દિનદયાળ પોર્ટની યશકલગીમાં ઉમેરો, કાર્ગો કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર મંથન એવોર્ડ-2021 એનાયત

ડ્રાય અને લીકવીડ કોર્ગો હેન્ડલીંગમા કંડલા દિનદયાળ પોર્ટ સતત 14 વર્ષથી અન્ય પોર્ટ કરતા સતત કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા વધારી રહ્યા છે.

કંડલા દિનદયાળ પોર્ટની યશકલગીમાં ઉમેરો, કાર્ગો કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર મંથન એવોર્ડ-2021 એનાયત
Kandla Dindayal Port Officer Receive Award
| Edited By: | Updated on: Dec 18, 2021 | 3:16 PM

સતત વિકાસના નવા સોપાન સર કરતા કંડલા-દિનદયાળ પોર્ટની(Kandla Dindayal Port ) સિધ્ધીમાં વધુ એક ઉમેરો થયો છે. બેસ્ટ મેજર પોર્ટ ઓફ ધ યર (કાર્ગો) (Cargo)  કેટેગરીમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સમુદ્ર મંથન એવોર્ડ-2021 (Samudra Manthan Award-2021)  કંડલા દિનદયાળ પોર્ટને મળ્યો. છે. કડંલા પોર્ટે વર્ષ 2021માં 117.05 મીલીયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગ કરતા તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો. ડ્રાય અને લીકવીડ કોર્ગો હેન્ડલીંગમા કંડલા દિનદયાળ પોર્ટ સતત 14 વર્ષથી અન્ય પોર્ટ કરતા સતત કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા વધારી રહ્યા છે.

બેસ્ટ મેજર પોર્ટ ઓફ ધ યર (કાર્ગો)’ કેટેગરી માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સમુદ્ર મંથન એવોર્ડ 2021 એસ.કે.મહેતા, IFS, ચેરમેન, DPT, કંડલાને સંજય ભાટિયા, નિવૃત્ત IAS,  એ  મેળવ્યો હતો. DPT એ પોર્ટ પર કાર્યરત ટ્રસ્ટીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, કામદારો, કંડલા દિનદયાળ પોર્ટના (DPT)યુનિયનો અને પોર્ટ વપરાશકર્તાઓને આ એવોર્ડ હાંસલ કરવા અને 2020-21 દરમિયાન સર્વોચ્ચ કાર્ગો હેન્ડલ કરવા માટે સહકાર આપવા બદલ  આભાર માન્યો હતો.

કંડલા દિનદયાળ પોર્ટએ (DPT) તેની ક્ષમતાઓને સર્વગ્રાહી રીતે સતત વધારવા અને અપગ્રેડ કરવાનો પ્રયાસ કર્યા છે. જેને લઇ સતત કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે પોર્ટ અગ્રેસર રહ્યુ છે. 8 માં આતરરાષ્ટ્રીય સમુદ્ર મથન એવોર્ડમાં અલગ-અલગ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોનુ બહુમાન કરાયુ હતુ. જેમાં કન્ટેનર મુખ્ય પોર્ટનો એવોર્ડ JNPORT ને મળ્યો હતો. તો ઇમપાવર વુમન કેટગરી સહિતના એવોર્ડ કાર્યક્રમમાં એનાયત કરાયા હતા. SCI એ પ્રતિષ્ઠીત શિપીંગ કંપનીનો એવોર્ડ મેળવ્યો હતો.

આ પણ વાંચો : સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધશે, કેન્દ્ર સરકાર અને જર્મન કંપની વચ્ચે રૂપિયા 3464 કરોડના લોન કરાર થયા

આ પણ વાંચો : Ahmedabad: ઓફલાઇન ભણાવતી બે શાળાના 4 વિદ્યાર્થીને કોરોના, DEOએ 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કરવા આપ્યા આદેશ