Kutch: ખાવડા ગ્રુપ પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત્, અત્યાર સુધીમાં 100 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યાં

|

Nov 15, 2022 | 10:55 AM

આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા ગાંધીધામ, ભુજ, અંજાર, કચ્છ અને માંડવી સહિતના વિસ્તારમાં આવેલા ખાવડા ગ્રુપના એકમો દ્વારા ખાવડા ગ્રુપ પર તવાઇ બોલાવવામાં આવી હતી. હજુ પણ ખાવડા ગ્રુપ પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત્ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન આવકવેરા વિભાગે તવાઇ બોલાવવાનું શરુ કર્યુ છે. આવકવેરા વિભાગે કચ્છમાં 30થી વધુ સ્થળોએ દરોડા પડીને તપાસ શરુ કરી હતી. ફાઇનાન્સ, પ્રોપર્ટી, સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડ ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી હતી. ગાંધીધામ અંજાર અને ભુજમાં ખાવડા ગ્રુપ પર અને તેના ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે દરોડા દરમિયાનની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવ્યા છે.

100 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

આવકવેરા વિભાગ દ્વારા ગાંધીધામ, ભુજ, અંજાર, કચ્છ અને માંડવી સહિતના વિસ્તારમાં આવેલા ખાવડા ગ્રુપના એકમો દ્વારા ખાવડા ગ્રુપ પર તવાઇ બોલાવવામાં આવી હતી. હજુ પણ ખાવડા ગ્રુપ પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત્ છે. જો કે ITની તપાસમાં 100 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યાં છે. અલગ અલગ બેંકોમાં 20 લોકર સીલ કરાયા છે. તો 15 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. ખાવડા ગ્રુપ મોટાભાગે રોકડે જ વ્યવહારો કરતું હોવાનું તપાસમાં ખુલ્યું છે. ખાવડા ગ્રુપના અનંત-રિતેશ તન્નાની સાથે જેડી બલસારા, હરીશ સોટાની સંડોવણી પણ સામે આવી છે. તપાસના અંતે કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.

IT રેડથી વ્યાપી ગયો ફફડાટ

મળતી માહિતી પ્રમાણે બ્લેકને વ્હાઇટ કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરનારાઓ પર ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજકીય ફંડ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગે તવાઇ બોલાવતા ગોરખ ધંધા કરતા શખ્સોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દરોડામાં મુખ્યત્વે રિયલ એસ્ટેટમાં સંકળાયેલા ધંધાર્થીઓ સહિત ફાઇનાન્સ બ્રોકર સંબધિત વેપારીઓને ત્યાં 11 નવેમ્બરથી તપાસનો દોર શરૂ થયો છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામેલ થયા છે. આ આઇટી દરોડાના લીધે સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી બાજુ ફઆઇનાન્સના બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Published On - 9:49 am, Tue, 15 November 22

Next Video