Gujarat Weather:   ગુજરાતના આ શહેરો બની જશે ઠંડાગાર, નલિયા, દાહોદ, બનાસકાંઠા મહિસાગર સહિત ગુજરાતના આ શહેરમાં ઠંડી ધ્રૂજાવશે!

|

Nov 30, 2022 | 6:47 AM

સાંજ પડતા જ મોટા ભાગના જિલ્લામાં ઠંડક (Cold) વર્તાવા લાગશે. તેમજ ઠંડીનો ચમકારો અનુભવાશે. આથી હવે સાંજે બહાર જાવ તો ગરમ વસ્ત્રો જરૂર સાથે રાખવા પડશે, કારણ કે સાંજ પડતાં જ ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ જાય છે.

Gujarat Weather:   ગુજરાતના આ શહેરો બની જશે ઠંડાગાર, નલિયા, દાહોદ, બનાસકાંઠા મહિસાગર સહિત ગુજરાતના આ શહેરમાં ઠંડી  ધ્રૂજાવશે!
Gujarat Weather

Follow us on

રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે ત્યારે આજે સાંજ પડતા જ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ઠાર પડશે અને રાત્રિના સમયે વધારે ઠંડીનો અનુભવ થશે .હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપમાન 14 ડિગ્રીથી માંડીને 16 જિગ્રી જેટલું નીચું જતું રહેશે.જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના જિલ્લામાં ઠંડક વર્તાવા લાગશે. તેમજ ઠંડીનો ચમકારો અનુભવાશે. આથી હવે સાંજે બહાર જાવ તો ગરમ વસ્ત્રો જરૂર સાથે રાખવા પડશે, કારણ કે સાંજ પડતાં જ ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સાંજે મોટા ભાગના શહેરોમાં  ઠંડીનો પારો ગગડશે.

અમદાવાદીઓ કરશે ઠંડીનો અનુભવ

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી17 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં રહેશે ઠંડીનો તીવ્ર ચમકારો

દાહોદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છના નલિયામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી જેટલું ઘટી જશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દ્વારકા અને ગાંધીનગરમાં સાંજથી  પડશે ઠાર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 16 ડ઼િગ્રી રહેશે.  સુરતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 34 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે.

Next Article