Gujarat weather: ઉતરાયણની સાંજે પવન અને ઠંડી વધવાની વકી, જાણો આજે કયા શહેરોનું તાપમાન જશે નીચું?

|

Jan 14, 2023 | 2:31 PM

ગુજરાતમાં ઉતરાયણની સાંજે ઠંડો પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગત સાંજથી અમદાવાદ સહિત રાજ્યના હવામાનમાં ફરક જોવા મળ્યો હતો અને તાપમાન 3-4 ડિગ્રી ઓછું થઈ જાત લોકોએ ભારે ઠંડીનો અનુભવ કર્યો હતો. કચ્છના નલિયાનું લઘુતમ તાપમાન 4.4 ડિગ્રી નોંધાયુ હતું તો ભુજનું તાપમાન પણ 9.2 ડિગ્રી નોંધાયું હતું. તો આજે સાંજે ગુજરાતમાં […]

Gujarat weather: ઉતરાયણની સાંજે પવન અને ઠંડી વધવાની વકી, જાણો આજે કયા શહેરોનું તાપમાન જશે નીચું?

Follow us on

ગુજરાતમાં ઉતરાયણની સાંજે ઠંડો પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગત સાંજથી અમદાવાદ સહિત રાજ્યના હવામાનમાં ફરક જોવા મળ્યો હતો અને તાપમાન 3-4 ડિગ્રી ઓછું થઈ જાત લોકોએ ભારે ઠંડીનો અનુભવ કર્યો હતો. કચ્છના નલિયાનું લઘુતમ તાપમાન 4.4 ડિગ્રી નોંધાયુ હતું તો ભુજનું તાપમાન પણ 9.2 ડિગ્રી નોંધાયું હતું. તો આજે સાંજે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાશે.  તો સાંજે  બનાસકાંઠામાં પણ  તાપમાન નીચું જવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદીઓ ઉતરાયણમાં ઠૂંઠવાશે

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 11 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે.

દાહોદ અને કચ્છમાં 8થી 9 ડિગ્રી તાપમાન રહેવાની વકી

દાહોદમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 09 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી થશે.

Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 09 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 08 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાશે. જ્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જેટલું નીચું જશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 28 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.

Next Article