માલધારી પછી મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટો પણ હવે મુકત થયા

|

Feb 14, 2022 | 9:13 PM

8મી જાન્યુઆરીના રોજ કચ્છથી મહારાષ્ટ્રના વિદર્ભમાં નાગપુર તરફ રબારી માલધારીઓ ઊંટનું વેચાણ કરવા જઇ રહ્યા હતા. ત્યારે પાંચ માલધારીઓને અમરાવતીમાં આ ઊંટ રાજસ્થાનથી હૈદ્રાબાદ કતલ કરવાના ઇરાદે લઇ જવાઇ રહ્યા છે.

માલધારી પછી મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટો પણ હવે મુકત થયા
Camel Rearing (File Photo)

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra)કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના (Kutch) ઊંટપાલકોને (Maldhari)તેમના 58 ઊંટ (Camel)સહીત અંતે મુક્તિ મળી છે. અમરાવતીની સેસન્સ કોર્ટ (Amravati Sessions Court)દ્વારા ઊંટોને મૂક્ત કરવા આદેશ કરાયો હતો, પરંતુ સ્થાનિક લોકો દ્વારા અને કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેના પર હંગામી સ્ટે ઓર્ડર મળતા 20 દિવસ વધુ માલધારીઓએ હાલાકી ભોગવવી પડી હતી. છેવટે અમરાવતીની જિલ્લા અદાલતે પણ ઊંટોને છોડી મુકવાનો આદેશ કરતા બે દિવસ પહેલા કચ્છના રબારી માલધારીઓને પોતાના ઊંટોનો કબ્જો મળી શક્યો હતો. જો કે કબ્જો મળ્યા પછી તરત જ એક ઊંટનું મરણ થતા માલધારીઓ દ્વારા પાંજરાપોળ સામે બેદરકારીનો કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

લાંબા સમય સુધી ચાલ્યો વિવાદ

8મી જાન્યુઆરીના રોજ કચ્છથી મહારાષ્ટ્રના વિદર્ભમાં નાગપુર તરફ રબારી માલધારીઓ ઊંટનું વેચાણ કરવા જઇ રહ્યા હતા. ત્યારે પાંચ માલધારીઓને અમરાવતીમાં આ ઊંટ રાજસ્થાનથી હૈદ્રાબાદ કતલ કરવાના ઇરાદે લઇ જવાઇ રહ્યા છે. તેવી શંકાના આધારે માલધારીઓને ઉંટ સાથે અટકાવાયા હતા. જો માલધારીઓએ વિવિધ સંસ્થાની મદદ લઇ તેઓ પશુઓ સાથે દર વર્ષે આ રીતે નીકળતા હોવાનો ખુલાસો કર્યો હતો. પરંતુ કાયદાકીય લડત આ મામલે ચાલી હતી. જિલ્લા અદાલતે સેસન્સ અદાલતના ચુકાદાને માન્ય રાખતા કહેવાતા જીવદયા પ્રેમીઓની અરજીને કાઢી નાખી હતી.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

જોકે ભારે ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સામાં ઊંટોને મુક્ત કરવાના આ હુકમમાં જિલ્લા અદાલતે કેટલીક શરતો સાથે ઊંટોને છોડયા છે. જે મુજબ જયાં સુધી આ કેસનો અંતિમ ચુકાદો ના આવે ત્યાં સુધી માલધારીઓએ દર રવિવારે ઊંટોનું સ્થળ અને સ્થિતિ વિશે વાકેફ કરવા પડશે. આ માટે વેટરનરી ડોક્ટર દ્વારા તમામ ઊંટને ટેક લગાવવામાં આવ્યા છે. સાથે ઊંટોને મુક્ત કરવા માટે તેના ખોરાક અને રખરખાવ ખર્ચ પેટે પ્રતિ ઊંટ દૈનિક 200 રૂપિયાના હીસાબે નિભાવ ખર્ચ ચુકવવા જણાવ્યુ છે, જે મુજબ માલધારીઓ દ્વારા આશરે ચાર લાખ રૂપિયાનો ખર્ચ પાંજરાપોળને ચુકવવો પડયો છે.

ચુકાદામાં કોર્ટે જણાવ્યુ છે, ઊંટો ઉપર કોઇ પણ પ્રકારનો અત્યાચાર થયો હોય તેવુ પ્રથમ દૃષ્ટિએ જણાઇ આવે છે, ઉપરાંત આ તમામ ઊંટ રાજસ્થાનના નહીં પરંતુ ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના છે, તેવું પુરાવાઓને આધારે સ્પષ્ટપણે જણાઈ આવે છે. અરજદારોએ આ તમામ ઊંટોની કસ્ટડી પોતાની પાસે લઇ ઊંટોને રાજસ્થાન લઇ જવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે નોંધ્યુ કે જ્યારે માલિકી સ્પષ્ટ થઇ ગઇ છે, અને કોઇ પણ પ્રકારની ક્રુરતા થઈ હોય તેવું જણાઈ આવતું નથી. જેથી ઊંટોને અન્ય લોકોના હાથમાં સોંપી શકાય નહી.

ઊંટો અને ઊંટ માલિકો મૂક્ત થતા કચ્છ અને મહારાષ્ટ્રના રબારી માલધારીઓ અને ઊંટ પાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટીએ જણાવ્યું હતું કે કચ્છના નિર્દોષ માલધારી સામે કાયદાકીય કાર્યવાહી થાય બાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડા,પુર્વ મંત્રી તારાચંદ છેડા તેમજ કચ્છના ઘણા જૈન અગ્રણીઓ અને અન્ય માલધારી આગેવાનોએ મહારાષ્ટ્રમાં ઊંટોને છોડી મુક્વા પ્રયાસો કર્યા હતા. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન તેમજ સહજીવન સંસ્થાએ પણ આ માટે સ્થાનિકે અને મહારાષ્ટ્રમાં જરૂરી કાર્યવાહી કરવા મદદ કરી હતી. જે તમામના 8 જાન્યુઆરીથી સતત સહયારા પ્રયાસથી આ શક્ય બન્યું છે.

 

આ પણ વાંચો : ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં શેરડી અને કઠોળ વર્ગના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 1040 કેસ નોંધાયા, 14ના મોત

Published On - 9:12 pm, Mon, 14 February 22

Next Article