Teacher’s Day : ભુજના અનોખા શિક્ષક, જેમણે કોરોનાકાળમાં પણ અંતરિયાળ ગામમાં જઈને શિક્ષણ આપ્યું

|

Sep 05, 2021 | 2:37 PM

કોરોનાકાળમાં ન છૂટકે શાળાઓ બંધ કરવી પડી અને શિક્ષણને ખલેલ પહોંચી, પણ બે વર્ષ સુધી આ શિક્ષકે વાડી વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઘરે જઇ કારમા તૈયાર કરેલા શિક્ષણ રથ વડે અભ્યાસ કરાવ્યો.

KUTCH : અભાવમાં પણ સંભાવના શોધે એ સાચો શિક્ષક અને મર્યાદાઓને ઓળંગીને શિક્ષણનો હેતુ સર કરે એ સાચો શિક્ષક.કોરોનાકાળમાં શિક્ષણ પ્રભાવિત થયું અને એમાંપણ ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ તેવામાં ભુજના દુર્ગમ એવા બાગ ગામમાં માળખાકીય સુવિધાના અભાવ વચ્ચે પહોંચ્યું શિક્ષણ. શિક્ષક દિવસ પર કચ્છ જિલ્લાના ભુજનાઅનોખા શિક્ષક છે દિપક મોતા જેમણે કોરોનાકાળમાં પણ ભુજના અંતરિયાળ ગામમાં જઈને શિક્ષણ આપ્યું.

કોરોનાકાળમાં ન છૂટકે શાળાઓ બંધ કરવી પડી અને શિક્ષણને ખલેલ પહોંચી, પણ બે વર્ષ સુધી આ શિક્ષકે વાડી વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઘરે જઇ કારમા તૈયાર કરેલા શિક્ષણ રથ વડે અભ્યાસ કરાવ્યો. જેમાં લેપટોપ સહિતની તમામ સુવિદ્યા દિપક મોતા નામની શિક્ષકે ઉભી કરી હતી. અને બાળકોને વર્ચ્યુઅલની સાથે પ્રત્યક્ષ શિક્ષણ પણ આપ્યું.

જે વિસ્તારમાં કાર જવી શક્ય નથી ત્યાં તેઓ ઈ-બાઈક લઈને જાય છે અને ઈબાઈકની બનાવટ તેમણે વિદ્યાર્થીઓની ઉપયોગિતાને ધ્યાનમાં લઈને કરી.સોલારથી ચાલતી ઇ-સાઇકલમાં ફેરફાર કરી લેપટોપ સહિતની સુવિદ્યા સાથેની બાઇક બનાવી જેથી તમામ વિસ્તારના બાળકો સુધી આ શિક્ષણકાર્ય પહોંચી શકે. ઈ-બાઇકમાં લેપટોપ,ચાર્જર,ટ્રાઇપોર્ટ સહિતની તમામ વ્યવસ્થા રખાઇ છે. આ અનોખા પ્રયોગ અને પ્રયાસ સાથે વિદ્યાર્થીઓ પણ પોરવાઈ ગયા.

ચોમાસામાં પણ પડકારજનક બનતી પરિસ્થિતિ વચ્ચે વાડી વિસ્તારમાં તેઓ આ ઈ-બાઈક લઈને પહોચી જાય છે જે ન માત્ર વિદ્યાર્થીઓ પણ પોતાના પાલ્યના શિક્ષણ માટે ચિંતિત વાલીઓ માટે પણ આશીર્વાદ બની.

શહેરી સુવિધાઓથી દૂર આ ગામમાં કોરોનાકાળ ખૂબ પડકારજનક હતો. બાળકો શિક્ષણ છોડી દે તેવી સ્થિતિ ઊભી થઈ હતી, કારણ કે ન તો મોબાઈલ ન લેપટોપની વ્યવસ્થા..તેવામાં દિપકભાઈ અગાઉ બાળકોના યુનીફોર્મથી લઇ તમામ ખર્ચે માટે પણ તેઓ મદદ કરતા અને હાલ કોરોના મહામારીમાં તેઓ સ્વખર્ચે ઇ-બાઈકથી શિક્ષણ આપી રહ્યા છે જે અન્ય ગામ માટે પ્રેરણારૂપ છે.

Next Video