Junior Clerk Paper Leak : ગુજરાતમાં અત્યાર સુધી આટલા પેપર ફુટ્યા, જાણો તમામ વિગત

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

Junior Clerk Paper Leak : ગુજરાતમાં અત્યાર સુધી આટલા પેપર ફુટ્યા, જાણો તમામ વિગત
Saurashtra university paper leak
| Edited By: | Updated on: Jan 29, 2023 | 12:26 PM

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી જુનિયર ક્લાર્કની પરિક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ્દ કરીને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા ગુજરાતભરના ઉમેદવારોમાં નિરાશા જોવા મળી છે. વહેલી સવારથી દૂર-દૂરથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો સેન્ટર પર પહોંચી ગયા હતા. બાદમાં પેપર ફૂટયાની જાણ થતા ઉમેદવારો તંત્ર સામે રોષે ભરાયા છે. છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ગુજરાતમાં પેપર ફૂટવાનો શીલશીલો યથાવત

રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરિક્ષા માટે વિવિધ કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. હવે પરીક્ષા મોકુફ થતા અગાઉ પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળ્યો છે. તેમજ ફરી એક વખત પેપર ફુટતા વિપક્ષ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે ભાજપ સરકારે વિદ્યાર્થીઓને પેપર ફૂટવાની ભેટ આપી છે.

ભાજપની સરકારમાં આટલા પેપર ફૂટ્યા

ગુજરાતમાં પેપર ફુટવાનો શીલશીલો યથાવત છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ત્યારે લેવાનાર પેપર છેલ્લી ઘડીએ રદ્ કરતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આમ પેપર ફુટવાની ઘટના પ્રથમ વખત નથી પણ આ અગાઉ અનેકવાર પેપર ફૂટ્યા છે. વાત કરીએ તો 2014થી 2023 સુધી અનેક પરીક્ષાઓના પેપર ફૂટી ચુક્યા છે.

  1. 2014માં- ચીફ ઓફિસર
  2. 2015માં- તલાટીની પરીક્ષા
  3. 2018માં- મુખ્ય સેવિકાની પરિક્ષા, નાયબ ચિટનીસની પરીક્ષા અને લોક રક્ષક દળની પરીક્ષા
  4. 2019માં- બિન સચિવાલય કલાર્ક
  5. 2021માં- હેડ ક્લાર્ક
  6. 2022માં – વનરક્ષકની પરીક્ષાનું પેપર

અને આજે વધુ એક એમ 2023 સુધીમાં પેપર ફુટતા ખળભળાટ મચી ગયો છે.

 

પેપર લીક : ગુજરાત ATSને 15 દિવસ પહેલા જ હતી જાણ

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATSને 15 દિવસ પહેલા જ પેપર લીક અંગેની જાણ થઇ ગઇ હતી. પેપર બજારમાં પૈસાથી વેચાયુ હોવાની માહિતી છે. ગુજરાત ATSની ટીમ તેમને મળેલી જાણકારીને લઇને શંકાસ્પદ લોકોને ઇન્ટરસેપ્ટ કરી રહી હતી.

Published On - 11:34 am, Sun, 29 January 23