Weather update: જૂનાગઢ, અમરેલી સહિત રાજયમાં જામશે વરસાદી માહોલ, જાણો તમારા શહેરનું હવામાન

|

Sep 11, 2022 | 6:48 AM

રાજ્યમાં અમરેલી (Amreli), વલસાડ, વડોદરા, જૂનાગઢ (Junagadh) સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી  શકે છે.

Weather update:  જૂનાગઢ, અમરેલી સહિત રાજયમાં જામશે વરસાદી માહોલ, જાણો તમારા શહેરનું હવામાન
રાજ્યમાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી

Follow us on

હવામાન વિભાગ  (IMD) દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે દરમિયાન આજે તમારા શહેર કે જિલ્લામાં વરસાદની કેવી એંધાણી છે  તે જાણી લો.  રાજ્યમાં અમરેલી (Amreli), વલસાડ, વડોદરા, જૂનાગઢ (Junagadh) સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી  શકે છે.

અમરેલીમાં ખાબકશે મેઘરાજા

અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 60 ટકા ભેજ સાથે વાદળછાયા વાતાવણમાં બફારાનો અનુભવ થશે. તો અમરેલીમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ અમરેલીમાં ભારે વરસાદ ખાબકવાની સંપૂર્ણ શકયતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આણંદમાં તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો 79 ટકા હ્યુમિડિટી સાથે બાફનો અનુભવ થતા અકળામણ થઈ શકે છે તો ભારે વરસાદી ઝાપટા થોડી વાર માટે ઠંડકનો અનુભવ કરાવશે. જ્યારે અરવલ્લીમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો 82 ટકા બફારા સાથે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

બનાસકાંઠાવાસીઓને વરસાદથી રાહત

ઉત્તર ગુજરાતમાં (North Gujarat) બનાસકાંઠાની વાત કરીએ તો મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 81 ટકા જેટલું રહેશો અને હળવાથી સામાન્ય ઝાપટા તમને હેરાન કરી શકે છે. તો ભરૂચમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વાદળછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ 76 ટકા રહેશે અને હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહેશે. તો ભાવનગરમાં તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27ડિગ્રી રહેશે. તેમજ વરસાદની શકયતા 80 ટકા જેટલી છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

છોટા ઉદેપુર અને બોટાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાનું અનુમાન

તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં (Chota Udepur) મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તેમજ અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાહોદમાં પણ 70 ટકા ભેજ સાથે મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો ડાંગમાં પણ ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અને મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

દેવભૂમિ દ્વારકામાં બફારો અકળાવશે

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે તેમજ અહીં હળવાથી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગરમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે અહીં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ 88 ટકા ભેજ સાથે બફારો અકળાવી શકે છે. તો ભારે વરસાદી ઝાપટા પણ પડવાની આગાહી છે. જામનગરમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ બફારા સાથે ગરમીનો અનુભવ થશે તો શહેરમાં વરસાદી ઝાપટી પડી શકે છે. તો જૂનાગઢમાં (Junagadh) મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અહીં ભારે વરસાદ જૂનાગઢવાસીઓને હેરાન કરી શકે છે.

મહિસાગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

કચ્છમાં મહતમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે. તો ખેડામાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે મહિસાગરવાસીઓ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાનો અનુભવ કરી શકે છે. મહેસાણામાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મહિસાગરમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે મહેસાણા તેમજ મહિસાગરમાં વરસાદની શક્યતા આંશિક છે.

નર્મદાવાસીઓ કરશે વરસાદનો અનુભવ

નર્મદા (Narmada) જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો નવસારીમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ વાદળછાયા વાતાવરણનો અનુભવ સાથે વરસાદ ખાબકશે.

પોરબંદર અને રાજકોટમાં વાદળછાયું વાતાવરણ

પોરબંદરમાં (Porbandar) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો રાજકોટમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વાદળછાયા વાતાવરણમાં બફારો અકળાવી શકે છે. વડોદરા અને વલસાડ અને તાપીમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરાનું (Vadodra) તાપમાન મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો વલસાડનું મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

Next Article