જૂનાગઢમાં શાળાના ત્રણ વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા, ચાર દિવસ શાળા બંધ રાખવા આદેશ

|

Oct 12, 2021 | 7:39 AM

કેશોદ તાલુકાના મેસવાણની સરકારી શાળાના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. જેના પગલે હાલ તો ત્રણેય વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં( Gujarat)કોરોનાની(Corona)ત્રીજી લહેરની (Third Wave)આશંકા વચ્ચે જૂનાગઢમાં(Junagadh) શાળાના ત્રણ વિદ્યાર્થીઓ(Student)કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ચિંતા વધી છે . જેમાં કેશોદ તાલુકાના મેસવાણની સરકારી શાળાના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. જેના પગલે હાલ તો ત્રણેય વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

તેમજ શાળાના અન્ય વિદ્યાર્થીઓને પણ કોરોનાની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે શાળા 11થી 16 ઓકટોબર સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 14 થી 26 ની વચ્ચે રહ્યું છે. રાજ્યમાં  10 ઓક્ટોબરે કોરોનાના 18 નવા કેસ નોંધાયા હતા, જયારે  11 ઓક્ટોબરે ફરી 20 થી વધુ એટલે કે 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત નીપજ્યા હતા.

જો કે રાહતની વાત એ છે કે આજે 10 ઓક્ટોબરે અને આજે 11 ઓક્ટોબરે એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ જે 150 આસપાસ રહેતા હતા એ વધીને 180ને પાર કરી ગયા છે.

કોરોનાના 21 નવા કેસ, 0 મૃત્યુ

રાજ્યમાં  11 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 21 નવા કેસ નોંધાયા છે, તો  કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,163 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,086 પર પહોચ્યો છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો

આ પણ વાંચો:  અમદાવાદ કોર્પોરેશને કોર્ટ સમક્ષ રજૂ કર્યો રોડ રિપેરિંગ અને રખડતા ઢોરની કામગીરીનો રિપોર્ટ

Next Video