જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, અહીં જીવ અને શિવનું થાય છે મિલન જાણો શું છે લોકવાયકા ?

|

Feb 25, 2022 | 3:21 PM

મહાશિવરાત્રીનું પર્વ ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે.કોરોનાના કારણે છેલ્લા ૨ વર્ષથી મર્યાદિત સંખ્યામાં આ મેળો યોજાયો હતો.જો કે આ વખતે રાજ્ય સરકારે મંજૂરી આપતા મેળો પૂર્ણરૂપે યોજાશે જેનાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, અહીં જીવ અને શિવનું થાય છે મિલન જાણો શું છે લોકવાયકા ?
The Mahashivaratri fair begins in Junagadh, the reunion of Jiva and Shiva takes place

Follow us on

આજથી જૂનાગઢ (Junagadh)માં મહાશિવરાત્રિ (Maha shivratri)ના મેળા(Fair)નો પ્રારંભ થયો છે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શિવભક્તો મેળામાં હાજર રહે તેવી શક્યતા છે.

અખાડાના મહંતો અને એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં થયું ધ્વજારોહણ

જુનાગઢના ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે.આજે ભવનાથ મહાદેવ મંદિર ખાતે તમામ અખાડાના મહંતો અને વહિવટી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થયો હતો.આ મેળો પાંચ દિવસ ચાલશે અને મહાશિવરાત્રીએ રાત્રીના ૧૨ વાગ્યે મૃગીકુંડમાં સ્નાન સાથે આ પર્વની પુર્ણાહુતિ થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભજન, ભોજન અને ભક્તિનો સંગમ

મહાશિવરાત્રીનું પર્વ ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે.કોરોનાના કારણે છેલ્લા ૨ વર્ષથી મર્યાદિત સંખ્યામાં આ મેળો યોજાયો હતો.જો કે આ વખતે રાજ્ય સરકારે મંજૂરી આપતા મેળો પૂર્ણરૂપે યોજાશે જેનાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અહીં દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહે છે

જીવ અને શિવનું મિલન

મહાશિવરાત્રીના મેળાને જીવ અને શિવનું મિલન કહેવાય છે.આ મેળાને મિની કુંભ પણ કહેવામાં આવે છે.અહીં દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહે છે.અહીં તેઓ પાંચ દિવસ સુધી રાવટી બનાવે છે અને તેમાં ધુણો ધખાવે છે,નાગા સાધુઓના દર્શન માટે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ઉમટી પડે છે.મહાશિવરાત્રીએ રવાડી નિકળે છે જેમાં નાગા સાધુઓ ભભુત લગાવીને નીકળે છે અને અંતે મૃગીકુંડમાં સ્નાન કરે છે.એવી લોક વાયકા છે કે આ દિવસે શિવ જીવ બનીને આવે છે અને મૃગીકુંડમાં સ્નાન કરીને તેઓ અદ્રશ્ય થઇ જાય છે.

3000થી વધારે પોલીસ બંદોબસ્ત

પાંચ દિવસ યોજાનાર આ મેળામાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ત્રણ જિલ્લાના પાંચ હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે.ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વિવિધ પાર્કિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ભવનાથના મેળાનો પ્રારંભ

300થી વધુ બસો મેળા માટે દોડશે

ભાવિકોને જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી પહોંચાડવા માટે 50 મીની બસ મુકવામાં આવી છે. જેનું ભાડું માત્ર 20 રૂપિયા રખાયું છે. આ ઉપરાંત આ મેળામાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામ જોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા અને ભાવનગર સહિતના શહેરોમાંથી જૂનાગઢ સુધીની કુલ 300થી વધુ બસ દોડાવશે.

આ પણ વાંચો : રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો, 68500 લાભાર્થીઓને 380 કરોડની સીધી સહાય અને લાભ આપવામાં આવ્યા

આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરાયો, સોમવારથી સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી થશે

Published On - 3:16 pm, Fri, 25 February 22

Next Article