જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલદાર પર હુમલો કરી ફરાર થયેલો આરોપી 17 વર્ષે ઝડપાયો

|

May 10, 2023 | 8:19 PM

સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2004માં હથીયાર સાથે ધાડના ગુનામાં સજા ભોગવી ચૂકવેલા પાકા કામના કેદી વર્ષ 2006માં જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલદાર પર હુમલો કરી જેલ તોડીને ભાગી ગયો હતો અને આ ગુનામાં તે છેલ્લા 17 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને ફરતો હતો. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે તેને દિલ્હીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલદાર પર હુમલો કરી ફરાર થયેલો આરોપી 17 વર્ષે ઝડપાયો

Follow us on

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે વર્ષ 2005માં જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલદાર પર હુમલો કરી જેલ તોડી ભાગી ગયેલો આરોપી હાલમાં પોતાની ઓળખ છુપાવીને દિલ્હી ખાતે રહે છે. જેથી સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ દિલ્હી ગઈ હતી અને ત્યાંથી વોચ ગોઠવી આરોપી ભુજબલ કામતા કેવટને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2004માં આરોપી પોતાના સાગરીતો સાથે મળી પિસ્ટલ તેમજ છરા જેવા હથિયારો વડે યાર્નના કારખાનામાં જઈ યાર્નના તાકાની લૂંટ કરી હતી, જે અંગે ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો, આ દરમ્યાન કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા 5 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને આરોપી જુનાગઢ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.

મેઈન ગેટ પાસેથી ભાગવાની કોશિશ કરતા જેલ હવાલદાર પર હુમલો

આ દરમિયાન 16 સપ્ટેમ્બર 2006ના રોજ વહેલી સવારે આશરે 3.45 વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના સહ આરોપીઓ સાથે મળી ડુપ્લીકેટ ચાવી વડે બેરેકનું તાળું ખોલી ધાબા પરથી ભાગવાની કોશિશ કરી હતી, જેમાં તે નિષ્ફળ જતા મેઈન ગેટ પાસેથી ભાગવાની કોશિશ કરતા જેલ હવાલદાર દ્વારા તેને રોકતા આરોપીએ તેના પર હુમલો કરી દીધો હતો અને બાદમાં જેલ હવાલદારના મોઢામાં ડૂચો મારી તેને ઝાડ સાથે બાંધીને તેની પાસેથી મેઈન ગેટની ચાવી ઝુંટવીને દરવાજો ખોલી ભાગી ગયા હતા જે અંગે જુનાગઢ એ.ડી.વી. પોલીસ મથક ખાતે ગુનો દાખલ થયો હતો. જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : બાપુનગરમાં કલાકોની જહેમત બાદ પણ આગ પર નથી કરાયો કાબુ, લેવાઈ રોબોટની મદદ

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

વધુમાં આરોપી આ ગુનામાં છેલ્લા 17 વર્ષથી ઉતર પ્રદેશ, દિલ્હી ખાતે પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. જો કે આખરે સુરત કરાઈ બ્રાંચની ટીમે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો. હાલ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીનો કબજો જુનાગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article