Tender Today : જુનાગઢ હદ વિસ્તારમાં શ્વાનનું સ્ટરીલાઇઝેશન અને ઇમ્યુનીઝેશન વર્ક માટેનું ઓનલાઇન ટેન્ડર જાહેર

સ્વામી વિવેકાનંદ ભવન, જુનાગઢ મહાનગર સેવા સદન દ્વારા શ્વાનનું સ્ટરીલાઇઝેશન (Sterilization of dogs) અને ઇમ્યુનીઝેશન વર્ક (Immunization work) માટે ઓનલાઇન ટેન્ડર જાહેર કરાયુ છે.

Tender Today : જુનાગઢ હદ વિસ્તારમાં શ્વાનનું સ્ટરીલાઇઝેશન અને ઇમ્યુનીઝેશન વર્ક માટેનું ઓનલાઇન ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Jun 24, 2023 | 2:18 PM

  Junagadh : જુનાગઢ મહાનગર સેવા સદનના કેટલ પાઉન્ડ શાખા દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. સ્વામી વિવેકાનંદ ભવન, જુનાગઢ મહાનગર સેવા સદન દ્વારા શ્વાનનું સ્ટરીલાઇઝેશન (Sterilization of dogs) અને ઇમ્યુનીઝેશન વર્ક (Immunization work) માટે ઓનલાઇન ટેન્ડર જાહેર કરાયુ છે. આ કામના એક વર્ષના કોન્ટ્રાક્ટ માટે લાયકાત ધરાવતી એજન્સીઓ, કોન્ટ્રાક્ટર્સ પાસેથી ઓનલાઇન ભાવો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-  Tender Today : અમદાવાદના મેમનગરમાં કોમ્યુનિટી લાયબ્રેરી બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 50 લાખ રુપિયા છે. તો બાનાની રકમ 2 લાખ 50 હજાર રુપિયા છે. ટેન્ડર ફી 15 હજાર રુપિયા છે. તો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 26 જુલાઇ 2023 સાંજે 6 કલાક સુધીની છે. પ્રી-બીડ મીટિંગની તારીખ તથા સમય 16 જુલાઇ 2023 બપોરે 12 કલાકનો છે. ભરેલા ભાવ પત્રકો ઓનલાઇન ખોલવાની સંભવિત તારીખ 28 જુલાઇ 2023 બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડરની વધુ માહિતી વેબસાઇટ https://junagadh.nprocure.com ઉપરથી મળી રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો