Surat: હજીરા સુધી નવી રેલ્વે લાઇન માટે જમીન સંપાદનનો વિરોધ, ખેડૂતોએ કહ્યું કે જૂની લાઈન પર બીજો ટ્રેક નાખો

|

Feb 23, 2022 | 1:23 PM

ખેડૂતો કહે છે કે હાલની હયાત રેલવે લાઈનમાં સરવે કરીને સાઈડીંગ આપીને ગમે તેટલી ટ્રેનો દોડાવી શકાય તેમ છે, છતાં ખેડૂતોની મહામુલી જમીન લઈ લેવાની કોશિશ કરાઈ છે, ખેડૂતો કોઈ કાળે જમીન આપવા તૈયાર નથી

Surat: હજીરા સુધી નવી રેલ્વે લાઇન માટે જમીન સંપાદનનો વિરોધ, ખેડૂતોએ કહ્યું કે જૂની લાઈન પર બીજો ટ્રેક નાખો
ખેડૂતોએ મીટિંગો શરૂ કરી

Follow us on

સુરતના હજીરાપટ્ટીના મહાકાય ઉદ્યોગો માટે છેલ્લા ઘણા વર્ષોથી અલગ રેલ્વે ગુડઝ ટ્રેન શરૃ કરવા માટે ચાલી રહેલી વિચારણાનો અંત આવ્યો છે. ગોથાણથી હજીરા સુધીના 40 કિ.મીમાં ન્યુ બ્રોડગેજ લાઇન રેલ શરૃ કરવા માટે ઓલપાડ-ચોર્યાસીના 14 ગામોના કુલ 275 સર્વે નંબરોની 85 હેકટર જમીન સંપાદન કરવા માટે કલમ 10 એ હેઠળનું જાહેરનામુ બહાર પડયુ છે.

બીજી બાજુ ગોથાણથી હજીરા વચ્ચે ન્યુ બ્રોડગેજ રેલવે લાઈન નાંખવા માટે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થતાં જ ખેડુતોમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. ખેડુતો આરોપ કરે છે કે હાલની હયાત રેલવે લાઈનમાં સરવે કરીને સાઈડીંગ આપીને ગમે તેટલી ટ્રેનો દોડાવી શકાય તેમ છે. પરંતુ ખેડૂતોની મહામુલી જમીન જ જોઈતી હોય તો ખેડુત કોઈ કાળે આપવા તૈયાર નથી, આગામી દિવસોમાં ખેડુતો ભેગા થઈને લડતનું રણશીંગુ ફુંકશે. આ અનુસંદાધાને ખેડૂતો સાથે મિટિંગ શરૂ કરી છે.

સુરતના હજીરા વિસ્તારોમાં મોટા પાયે ઇન્ડસ્ટ્રીઝો આવી છે. આ ઇન્ડસ્ટ્રીઝોને માલ પરિવહન માટે હાલ ત્રણ સુવિધાઓ મળે છે. જેમાં એક રોડ માર્ગે, બીજુ દરિયાઇ માર્ગે અને ત્રીજુ ટ્રેન માર્ગે થાય છે. પરંતુ ટ્રેન માર્ગમાં ફકત કૃભકો કંપની પાસે જ રેલ્વે લાઇન છે. આ સિવાય અન્ય કંપનીઓ પાસે રેલ્વે લાઇન નહીં હોવાથી વર્ષોથી ગુડઝ ટ્રેન શરૃ કરવા માટે માંગ ઉઠી હતી. અને ગુડઝ ટ્રેન શરૃ કરવા માટે કંપનીઓ દ્વારા જમીન સંપાદન પણ શરૃ થઇ હતી. પરંતુ લોકોના વિરોધ થતા કામગીરી અટકી પડી હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

આ વખતે ગોથાણથી હજીરા સુધીના 40 કિ.મીમાં ન્યુ બ્રોડગેજ લાઇન રેલ શરૂ કરવા માટે સરકારે લીલીઝંડી આપી દીધી છે. આ માટે જમીન સંપાદન કચેરી અને ગુજરાત રેલ ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ દ્વારા જમીન સંપાદન માટે પ્રથમ જાહેરનામુ 10- એ બહાર પાડયુ છે. આ જાહેરનામામાં ઓલપાડ-ચોર્યાસીના 14 ગામોના અલગ અલગ મળી કુલ 275 સર્વે નંબરની 85 હેકટર જમીન સંપાદન કરવામાં આવશે. આ ટ્રેન હજીરાથી ગોથાણ વચ્ચે દોડશે. અને ત્યારબાદ મુખ્ય લાઇન સાથે જોડાઇ જશે. આ ટ્રેન શરૃ થતા હજીરાના ઉદ્યોગોને ફાયદો થશે.

ખેડૂતોની કેટલી જમીન જશે તે નક્કી નથી પણ જમીન સંપાદનને લઇને હજીરાપટ્ટીના ખેડુતોમાં ચળવળ શરૃ થઇ છેગુડઝ ટ્રેન માટે જમીન સંપાદનની કાર્યવાહી શરૃ થતા હજીરાપટ્ટીના ખેડુતોમાં જમીનને લઇને સળવળાટ જોવા મળી રહ્યો છે, હાલ એક ખેડુતની કેટલી જમીન સંપાદન કરવાના તે નક્કી નથી. પરંતુ ખેડુતોમાં જમીન સંપાદનને લઇને જમીનના બે ભાગ થઇ જવાના કે ટુકડો પડી જવાના લઇને ચિંતાનું મૌજુ ફરી વળ્યુ છે.

ગેસ, પાણી, ઓઇલની લાઇનો હોવાથી પેરેરલ રેલવે ટ્રેક બનાવવાને બદલે થોડે દૂર બનાવાશે

કૃભકો કંપનીથી ગોથાણ વચ્ચે જે ટ્રેન દોડી રહી છે તે ટ્રેનના પાટાની બાજુમાં જ ગેસ, પાણી, ઓઇલ, કુડ ઓઇલની લાઇનો આવી હોવાથી અડોઅડ બીજો ટ્રેક બનાવવો મુશ્કેલ હોવાથી બીજી જમીન સંપાદન કરીને નવો ટ્રેક બનાવવાનું નક્કી કરાયુ છે. આ ટ્રેક પર ડબલના બદલે સિંગલ ટ્રેક જ રહેશે.14 ગામોની જમીન સંપાદન જેમાં વરીયાવ, સરોલી, જહાંગીરપુરા, ચીચી, વણકલા, ઓખા, ભેંસાણ, મલગામા, આસરમા, ઇચ્છાપોર, દામકા, ભટલાઇ, મોરા અને શિવરામપુરનો સમાવેશ થાય છે.

સંપાદનમાં હજુ સમય લાગશે

જમીન સંપાદન કચેરી દ્વારા હાલ 10 એ નું જાહેરનામુ બહાર પાડયુ છે. ત્યારબાદ કલમ 11 ના જાહેરનામાંમાં માપણી અને 15 જાહેરનામાંમાં વાધો રજુ કરવાનો રહેશે અને કલમ 19ના જાહેરનામામાં એવોર્ડ જાહેર કરાશે. આમ જમીન સંપાદનની કામગીરી માટે સમય નિકળી જશે.

આ પણ વાંચોઃ રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે લગાવ્યા ગંભીર આરોપો, કહ્યુ ”અહેમદ પટેલના નવ રત્ન છે ત્યા સુધી પાર્ટી ઉપર નહી આવે”

આ પણ વાંચોઃ Rajkot : સરકારી ભરતીમાં ગોલમાલની વધુ એક ઘટના, જુનિયર ક્લાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતિ : પરીક્ષાર્થી

Next Article