Junagadh માં ધોધમાર વરસાદ, માંગરોળ ચોરવાડ બાયપાસ પર પાણી ભરાતા એક સાઈડનો રોડ બંધ કરાયો

|

Sep 01, 2021 | 7:48 PM

જૂનાગઢના માળીયાહાટીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું છે. તેમજ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના માંગરોળ ચોરવાડ બાયપાસ પર પાણી ભરાતા એક સાઈડનો રોડ બંધ કરાયો છે. તેમજ નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને હાલાકી પડી રહી છે.

જૂનાગઢના માળીયાહાટીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું છે. તેમજ વરસાદના પગલે
ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે માળીયાહાટીમાં ચાર ઇંચ કરતા સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે માંગરોળમાં
3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તેમજ ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.

જૂનાગઢના માળીયાહાટીના શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.. શહેરના રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

જૂનાગઢના ભેંસાણ અને વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડયા હતા. તેમજ જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતીને જીવતદાન મળ્યું છે.

રાજ્યમાં સૌથી વધુ માંગરોળ, માળીયા અને તાલાલામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર-સોમનાથના ઉનામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કલ્યાણપુર, વેરાવળ અને ગીરગઢડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો : ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો

આ પણ વાંચો : Surat: મૃત્યુ બાદ 13 અંગોનું દાન કરીને 12 વ્યક્તિમાં સુરતનાં આ બે ભાઈબંધ જીવતા રહેશે

 

Next Video