ભવનાથમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ, મહા વદ નોમથી તેરસ સુધી ભાવિકો ભજન ભોજન અને ભક્તિમાં થશે લીન- વીડિયો

|

Feb 27, 2024 | 7:08 PM

જુનાગઢમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે. દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનુ આયોજન કરવામાં આવે છે. આ મેળાના આયોજનને લઈને વિવિધ અખાડાઓના સાધુસંતોની બેઠક મળી હતી. જેમા મેળાના વ્યવસ્થાપનને લઈને ચર્ચા કરાઈ હતી.

જુનાગઢમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે. દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનુ આયોજન કરવામાં આવે છે.  મેળાના આયોજનને લઈને વિવિધ અખાડાઓના સાધુસંતોની બેઠક મળી હતી. જેમા મેળાના વ્યવસ્થાપનને લઈને ચર્ચા કરાઈ હતી.

દર વર્ષે મહા વદ નોમથી- તેરસ સુધી યોજાય છે મહાશિવરાત્રીનો મેળો

લાખો ભાવિકોની આસ્થા, આગમન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીના મેળાનો 5મી માર્ચથી પ્રારંભ થવાનો છે. દર વર્ષે મહા વદ નોમથી તેરસ એમ ચાર દિવસ સુધી આ મેળો યોજાય છે. 5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે મેળાની પારંપારિક રીતે યોજાતી વિધિ સરળતાથી થાય તે માટે સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. ભવનાથ તળેટીમાં પંચ દશનામ જુના અખાડામાં યોજાયેલી બેઠકમાં અગ્નિ અખાડા, આહ્વાન અખાડા અને જુના અખાડાના હોદ્દેદારો સહિતના જોડાયા હતા. સંતોએ મેળામાં આવનારા ભાવિકોને હાઈકોર્ટના આદેશને અનુસરી પ્લાસ્ટિકને ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરી છે.

આ બેઠક બાદ ભવનાથના મહંત રૂદ્રેશ્વર જાગીર ભારતીએ જણાવ્યુ હતુ કે તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે અને જો કંઈ ઘટ હશે તો આ બાબતે તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે. મુષ્કુંદ ગુફા ભવનાથના મહંત મહેન્દ્રનંદ ગીરીએ જણાવ્યુ હતુ આ મેળા દરમિયાન સંતો તરફથી કોઈ અસુવિધા કે અવ્યવસ્થા ન સર્જાય તેની પુરતી તકેદારી રાખવામાં આવશે. તેમજ અખાડાની, ગુરુમૂર્તિ અને સનાતનની પરંપરામાં ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ભવનાથ મંદિરમાં ધજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ

ભવનાથમાં દર વર્ષે યોજાતા મહાશિવરાત્રીના મેળાને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચાર દિવસ સુધી ચાલતા આ પ્રસિદ્ધ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. . મેળો શરૂ થવાના બે દિવસ અગાઉથી જ ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન શરૂ થઈ જાય છે. ભવનાથ મહાદેવના મંદિરમાં ધજારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થાય છે.

મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ મેળો પૂર્ણ થશે

ત્યારબાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થાય છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠમાં લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે અને જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.

મેળા દરમિયાન ગિર સફારી પાર્ક રહેશે બંધ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન વન વિભાગનો સ્ટાફ પણ મેળામાં વ્સસ્ત રહેતા હોવાથી પાંચ દિવસ સુધી ગીર નેચર સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે.

આ પણ વાંચો: WITT: Tv9ના મંચ પરથી પીએમ મોદીના ભાષણની 9 મહત્વની વાત

Input Credit- Vijaysinh Parmar- Junagadh    

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:51 pm, Tue, 27 February 24

Next Article