Junagadh : શહેરી વિસ્તારોમાં કેમ વધી રહ્યો છે આખલાઓને આતંક ? જાણો નિષ્ણાંતોની દ્રષ્ટિએ આખલાઓની વધતી આક્રમક્તા માટે કયા કારણો છે જવાબદાર

|

May 25, 2023 | 4:12 PM

Junagadh: પશુઓને પણ વાતાવરણની અસર થતી હોય છે. મનુષ્યોની જેમ જ પશુઓ પણ માનસિક સંતુલન ગુમાવતા હોય છે. આથી જ તેઓ આક્રમક બનતા હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વૈભવસિંહ ડોડિયાના જણાવ્યા મુજબ પશુઓ વધતા તાપમાનને કારણે આખલાઓ વધુ હિંસક બને છે.

Junagadh : શહેરી વિસ્તારોમાં કેમ વધી રહ્યો છે આખલાઓને આતંક ? જાણો નિષ્ણાંતોની દ્રષ્ટિએ આખલાઓની વધતી આક્રમક્તા માટે કયા કારણો છે જવાબદાર

Follow us on

હાલ રાજ્યમાં આખલાનો આતંક વધી રહ્યો છે. ચાલુ વર્ષે જ છેલ્લા પાંચ મહિનામાં જ રાજ્યમાં રખડતા ઢોરની અડફેટે આવતા 40થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે ગાય કે આખલા જેવા પશુઓના હિંસક બનવાની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે રઝળતા પશુઓનો આતંક વધવા પાછળ ક્યાં કારણો જવાબદાર છે. વાતાવરણમાં બદલાવથી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રઝળતા પશુઓમાં આક્રમક્તા વધી છે. હાલ પશુઓના રહેણાંક પણ છીનવાઈ રહ્યા છે. હાલ શહેરીકરણ વધતા ગાય-કૂતરાને એવો ખોરાક નથી મળતો જે તેમને પહેલા મળી રહેતો હતો. પહેલા લોકો પોતે જે ખાતા એ ગાય-કૂતરા જેવા પશુઓ માટે પણ બનાવતા હતા. જો કે હવે શહેરીકરણ અને ઉંચી ઈમારતોને કારણે પ્રાણીઓ પ્રત્યેની આ અનુકંપામાં પણ ઘટાડો આવ્યો છે. આ તમામ પરિબળો માણસની જેમ અબોલ પશુઓને પણ આક્રમક બનાવે છે.

વાતાવરણમાં થતા બદલાવ પણ પાણીઓના હિંસક બનવા પાછળ જવાબદાર પરિબળ- પશુચિકિત્સક

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગના પશુ ચિકિત્સક વૈભવસિંહ ડોડિયાના જણાવ્યા મુજબ રઝળતા પશુઓ દ્વારા જે હુમલાનું પ્રમાણ વધ્યુ છે તેના પાછળ વાતાવરણમાં થતા બદલાવ અને ખાનપાન પણ જવાબદાર છે. ગાય-ભેંસ કુતરા, બળદ -આખલા જેવા પ્રાણીઓ પણ તાપમાનની ઘણી અસર થતી હોય છે અને ગરમીને કારણે આખલા જેવા પ્રાણીઓ વધુ માનસિક સંતુલન ગુમાવે છે.

હાલ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતુ જાય છે તો આખલાઓના હિંસક બનવા પાછળ ગરમીનું વધતુ પ્રમાણ પણ જવાબદાર છે. ગરમીને કારમે પણ પ્રાણીઓ ખાસ કરીને આખલા જેવા પ્રાણીઓ તેમનું માનસિક સંતુલન ગુમાવે છે જેના કારણે તેઓ હિંસક બનતા હોય છે. જેમા ખાસ કરીને ટ્રાફિકમાં પણ અડફેટે લેતા હોય છે. વાતાવરણમાં જેમ તાપમાન વધે તેમ તેઓ માનસિક સંતુલન ગુમાવવાથી હિંસક બને છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Ahmedabad: વિરમગામમાં આખલા યુદ્ધને લઈ શહેરીજનોમાં ભયનો માહોલ, જુઓ Video

આખલા જેવા પશુઓને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા આક્રમક બને છે -પશુચિકિત્સક

હાલ શહેરીકરણ વધતા તેમને પહેલા જેવો ખોરાક મળતો હતો તે બંધ થયો છે. પહેલા લોકો શાકભાજીનો કચરો, વધેલી, રોટલી, ભાખરી, તેમજ એઠવાડ આવા પશુઓને આપતા હતા, જેનુ પ્રમાણ ઘટ્યુ છે તો બીજી તરફ પશુઓને આપણે રોટલી ભાખરી જેવો ખોરાક તો આપીએ છીએ પરંતુ પાણી આપતા નથી. ઉનાળામાં તમામને પાણીની જરૂરિયાત વધુ રહે છે તેમા પણ આખલા જેવા પ્રાણીની પાણી પીવાની ક્ષમતા વધારે હોય છે. તેમને એક સમયમાં 50 લીટર થી પણ વધુ પાણી પી જતા હોય છે. તેમના માટે જો યોગ્ય પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો એ પોતાની તરસ છીપાવશે અને માનસિક સંતુલન પણ નહીં ગુમાવે. તેનાથી માણસો પર થતા હુમલામાં પણ ઘટાડો આવશે.
આવા પશુઓ માટે છાંયાવાળી જગ્યા પર મોટા પાણીના કુંડ મુકીએ અથવા કે જ્યાં તે વધારે પ્રમાણમાં પાણી પીને પોતાની તરસ છીપાવી શકે. જે સ્થાનિકો પણ કરી શકે છે અને તંત્ર પણ કરી શકે છે

ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જુનાગઢ

જુનાગઢ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:47 pm, Mon, 22 May 23

Next Article