જુનાગઢ: ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના મુફ્તીની વધી મુશ્કેલી, એક દિવસના રિમાન્ડ મંજૂર, કચ્છના સામખિયાળીમાં પણ નોંધાઈ ફરિયાદ

|

Feb 06, 2024 | 11:55 PM

જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરવા મુદ્દે મૌલાના મુફ્તીને ગુજરાત ATS દ્વારા જુનાગઢ કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેના 10 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જેમા જુનાગઢ કોર્ટે મૌલાનાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ તરફ મૌલાના સામે કચ્છના સામખિયાળીમાં પણ ભડકાઉ ભાષણ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.

જુનાગઢ: ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના મુફ્તીની વધી મુશ્કેલી, એક દિવસના રિમાન્ડ મંજૂર, કચ્છના સામખિયાળીમાં પણ નોંધાઈ ફરિયાદ

Follow us on

જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરવા મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલી વધી છે. ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાને જુનાગઢ કોર્ટમાં રજૂ કરી તેના 10 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જેમા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATSની ટીમ દ્વારા મૌલાનાને ઘટનાસ્થળે લઈ જઈ પૂછપરછ હાથ ધરાઈ હતી. મૌલાનાએ જે સ્થળે ભાષણ કર્યુ હતુ તે સ્થળે પોલીસ નિરીક્ષણ માટે લઈ ગઈ હતી હતી.

મૌલાનાની સાથે બે આયોજકોને પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ તપાસમાં સહયોગ ન કરતા હોવાની કોર્ટમાં પોલીસે દલીલ આપી હતી. તેમજ મૌલાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાની દલીલ રજૂ કરી હતી. મૌલાનાના ટ્રસ્ટ, પ્રવાસ માટે ફન્ડિંગ ક્યાંથી થયુ તે ગ્રાઉન્ડ પર રિમાન્ડની માગણી કરાઈ હતી. ગુજરાતમાં ક્યા ક્યા સ્થળોએ આવા ભડકાઉ ભાષણ કર્યા છે તેને લઈને તપાસ બાકી હોવાનુ ગુજરાત એટીએસએ કોર્ટમાં જણાવ્યુ હતુ.

સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરૂદ્ધ ફરિયાદ

આ તરફ મૌલાના સામે ભડકાઉ ભાષણની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણના દાવા પોકળ, રાજ્યમાં બે વર્ષમાં 239 સિંહના થયા મોત, 29 સિંહ અકુદરતી મોતને ભેટ્યા

મૌલાના અઝહરીનું પાકિસ્તાન કનેક્શન,  પાકિસ્તાનના “ગઝવા-એ-હિન્દ” પ્રોજેક્ટનો બ્રાન્ડ એમ્બેસેડર

આ તમામ ઘટનાક્રમ વચ્ચે મૌલાનાના પાકિસ્તાન કનેક્શનની વાતો પણ ચર્ચાઈ રહી છે. સૂફી ખાનકાહ એસોસિએશનના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સૂફી સંત ખાલિદે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ સમાજને વિનંતી કરી છે કે, આ પ્રકારના ભડકાઉ ભાષણ આપતા મૌલવીઓથી ચેતવાની જરૂર છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે મૌલાના અઝહરી એ પાકિસ્તાનના “ગઝવા-એ-હિન્દ” પ્રોજેક્ટનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ખરેખર મૌલાના પાકિસ્તાન જેવા દેશમાં કોઈના સંપર્કમાં હતો ? મૌલાના દ્વારા સંચાલિત કુલ ત્રણ ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની ATS દ્વારા તપાસ થઈ રહી છે. જામિયા રિયાઝૂલ જનનાહ, અલ અમન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, અને દારૂલ અમન સંસ્થાનો મૌલાના અઝહરી ટ્રસ્ટી છે ત્યારે આ સંસ્થાઓમાં ફંડિગ ક્યાંથી આવતુ હતું ? તે અંગે તપાસ તેજ કરાઈ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article