Junagadh: પોષણક્ષમ ભાવ મેળવવા વિસાવદરના 306 ખેડૂતોએ મળીને બનાવી ખેત ઉત્પાદક સહકારી મંડળી

|

Apr 28, 2022 | 8:22 AM

ખેડૂતોને આ મંડળીના સભાસદ એટલે કે શેરહોલ્ડર બનાવવામાં આવ્યા છે. છ મહિના રાતદિવસ એક કરનારા ખેડૂતોને હવે વચેટિયા છેતરી નહીં શકે. વેપારીઓની સંગ્રહખોરી અને નફાખોરીથી બચવા માટે પણ આ મંડળી પોતાની રીતે સીધો બજારમાં જ વેપાર કરશે.

Junagadh: પોષણક્ષમ ભાવ મેળવવા વિસાવદરના 306 ખેડૂતોએ મળીને બનાવી ખેત ઉત્પાદક સહકારી મંડળી
farmers formed a farm producer co-operative society

Follow us on

પોષણક્ષમ ભાવ મેળવવા જૂનાગઢ (Junagadh) વિસાવદરના 306 ખેડૂતોએ મળીને બનાવી ખેત ઉત્પાદક સહકારી મંડળી (farm producer co-operative society). સીઝનમાં ભાવ તોડવાની વેપારીઓની રમત સામે ખેડૂતો (Farmer)એ મંડળી બનાવી. શોર્ટિંગ, પેકિંગ તેમજ ક્લીનિંગ પણ ખેડૂતો જ કરશે અને ખેડૂતો ગ્રાહકોને માલ પણ વેચશે. વિસાવદરના 306 ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળી બનાવી. જેમાં 4000 વિઘા જમીનમાં ખેતી કરીને પોતાની ઉપજનો પોતે જ વેપાર કરશે અને ખેડૂતો તેમજ ગ્રાહકને થશે. ફાયદારૂપ આ ખેત ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન નાગજીભાઈ ભાયાણી વધુમાં જણાવાયું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સહિયારી ખેતી અને સહિયારો વેપાર કરવાના ઇરાદા સાથે વિસાવદર પંથકના 306 ખેડૂતોએ 4000 વિઘા જમીનમાં ખેતી કરીને પાકનું વેચાણ પણ પોતાની જ મંડળી દ્વારા કરવામાં આવશે.

હાલના સમયમાં ખેડૂતો તેમજ ગ્રાહકને લૂંટવામાં આવે છે. વચેટિયા ખેડૂતો તેમજ ગ્રાહકનો નફો પોતે જ હજમ કરી જાય છે. વિસાવદર તાલુકા ખેત સહકારી મંડળી લિમિટેડ નામથી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. 306 ખેડૂતોને આ મંડળીના સભાસદ એટલે કે શેરહોલ્ડર બનાવવામાં આવ્યા છે. છ મહિના રાતદિવસ એક કરનારા ખેડૂતોને હવે વચેટિયા છેતરી નહીં શકે. વેપારીઓની સંગ્રહખોરી અને નફાખોરીથી બચવા માટે પણ આ મંડળી પોતાની રીતે સીધો બજારમાં જ વેપાર કરશે.

ખેડૂતો દ્વારા પોતે ઉત્પાદન કરેલા પાકનું શોર્ટિંગ, કલીનીંગ અને ગ્રેડિંગ કરવાની તથા તેનું પેકિંગ કરવાની કામગીરી પણ આ જ મંડળી કરશે. તેમજ બ્રાન્ડિંગનું આયોજન કરી વેલ્યુએડિશન પણ કરશે. 306 ખેડૂતોની જમીનમાં જુદા જુદા એકમો અને પેકિંગ માટેના શેડ તૈયાર કરાશે. આ માટે સેલ્સ એક્ઝિક્યુટીવ્સની ટીમ પણ તૈયાર કરાશે. ખેત ઉત્પાદન મંડળીના સ્થાપક નાગજી ભાયાણીનું કહેવું છે કે નવી સ્થપાયેલી કંપની તેમના દરેક ખેડૂતોનો માલ લઈને માલને વેરહાઉસમાં પણ મૂકશે અને ખેડૂતોને મદદરૂપ થવા અને મંડળીને સહાયતા બનવા માટે સરકાર દ્વારા પણ જે આર્થિક મદદ કરવામાં આવી છે તે બાબતે ખેત ઉત્પાદક મંડળીના ચેરમેન નાગજીભાઈ ભાયાણી દ્વારા સરકારનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

આ પણ વાંચોઃ વડોદરાના ડબકા ગામમાં બે બાળકો નદીમાં ડૂબતા મોત, મોડીરાત્રે બાળકનો મૃતદેહ મળ્યો, હજુ 11 વર્ષની બાળકીની શોધખોળ ચાલુ

આ પણ વાંચોઃ અમદાવાદ રિવરફ્રન્ટ પર નવા નજરાણા જોવા મળશે, આગામી 100 દિવસમાં સુવિધાઓ ઊભી કરાશે

Published On - 8:22 am, Thu, 28 April 22

Next Article