JUNAGADH : ગાયના છાણમાંથી રાખડી બનાવી આત્મનિર્ભર બની રહી છે કોયલી ગામની મહિલાઓ

|

Aug 06, 2021 | 11:19 AM

માર્કેટમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. હવે વૈદિક રાખડીઓ અને ગાયના છાણમાંથી બનતી રાખડીઓની વિશેષ ચર્ચા થઇ રહી છે.

JUNAGADH : ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે અને માર્કેટમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. હવે વૈદિક રાખડીઓ અને ગાયના છાણમાંથી બનતી રાખડીઓની વિશેષ ચર્ચા થઇ રહી છે. હાલ અલગ અલગ પ્રકારની રાખડીઓ ટ્રેન્ડમાં ચાલી રહી છે, ત્યારે જૂનાગઢની કોયલી ગામની મહિલાઓ ગાયના છાણમાંથી રાખડીઓ બનાવી આત્મનિર્ભર બની છે. કોયલી ગામની મહિલાઓ ગાયના છાણમાંથી કુલ 11 અલગ-અલગ ડિઝાઇનવાળી રાખડીઓ બનાવે છે. ગાયનાં છાણમાંથી રાખડીઓ બનાવતા ભાવનાબહેન ત્રામ્બડીયા વર્ષોથી ગૌશાળા ચલાવે છે. ભાવનાબહેન પોતે આત્મનિર્ભર હોવાની સાથે ગામના અન્ય બેરોજગાર મહિલાઓને પણ રોજગારી આપે છે.

આ પણ વાંચો : BANASKANTHA : કિસાન સૂર્યોદય યોજનામાં ચાર પાવર સ્ટેશન પરથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત, ખેડૂતોમાં આનંદ

આ પણ વાંચો : SURAT : જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ, બાળગોપાલના વાઘાથી માંડીને હિંડોળાની ખરીદી

Next Video