JUNAGADH : માળીયા હાટીના (Maliya Hatina) તાલુકાના આઠ ગામોને જોડતો 13 કિલોમીટરનો રસ્તો (Road) બિસ્માર હાલતમાં હોવાને કારણે ગામમાં ભારે રોષ ફેલાયો છે. 8 ગામના સરપંચ સહિત ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને સુવિધા મળે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે. પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને અધિકારીઓની લાપરવાહીના લીધે છેલ્લા એક વર્ષથી જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કેરાળાથી લાડુડી સુધી જતા રસ્તો બિસ્માર હાલતમાં છે. અને અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી ગામ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. ભાજપના હોદ્દેદારો ખુદ હવે મેદાનમાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સામે બાથ ભીડી છે.
કેરાળાથી શરૂ કરીને લાડુડી સુધી 13 કિલોમીટરના રસ્તાને એક વર્ષ પહેલા રાજ્ય સરકારે આજે 10 કરોડની ગ્રાંટ ફાળવી અને બનાવવા માટેની ટેન્ડર બહાર પાડયું હતું. આ કામના વર્ક ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે. અને સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે આ રસ્તાનું ખાતમુહૂર્ત પણ એક વર્ષ પહેલા કરી દેવામાં આવ્યું છે. પરંતુ આજદિન સુધી આ કામ શરૂ કરવામાં નથી આવ્યું. જેને કારણે આ રસ્તા ઉપર આવતા 8 ગામોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોવાને કારણે વાહનચાલકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.
આ રસ્તાને બનાવવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પણ કરી દેવાઈ હોવા છતાં પણ આજદિન સુધી આ કામ શરૂ કરવામાં આવ્યું. એટલે કે બે વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે. અને રસ્તો કલાકો સુધી બંધ કરી અને સૂત્રોચ્ચાર પણ કર્યા છે. તાત્કાલિક રસ્તા બનાવવા માટે માંગણી પણ કરવામાં આવી છે. અને હવે આ કામ શરૂ કરવામાં નહીં આવે તો આઠ ગામના સરપંચોએ ભેગા મળીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
માત્ર કાગળ ઉપર બનાવી અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને કામ શરૂ કર્યું નહિ તે અંગે કોઈ ચોક્કસ કામગીરી કરતા નથી. જેથી કોન્ટ્રાક્ટરોની દાદાગીરી વધી જાય છે જેનો ભોગ બનવું પડે છે આઠ જેટલા ગ્રામજનોને. હવે ક્યારે રોડ બનશે તેની રાહ જોઈ રહયા છે લોકો.
આ પણ વાંચો :Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં, રેલવે મંત્રીએ કહ્યું આધુનિક પદ્ધતિ થઈ રહ્યું છે કામ
આ પણ વાંચો :Rajkot: હડતાળનો આજે પાંચમો દિવસ, તબીબોએ કાળા કપડાં પહેરી કર્યો વિરોધ, મૃતકના પોસ્ટમોર્ટમ માટે ભારે હાલાકી