જુનાગઢ : વિસાવદરના સરસઈ ગામે સરપંચ અને ઉપસરપંચે મહિલા પર આચર્યું દુષ્કર્મ

|

Apr 07, 2023 | 5:35 PM

મહિલા તથા તેના પતિને મારી નાખવાની ધમકી આપી વિસાવદર ગામના સરપંચ અને ઉપ સરપંચ છેલ્લા 10 માસથી દુષ્કર્મ આચર્યું, સમગ્ર ઘટનાને લઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરિયાદ

જુનાગઢ : વિસાવદરના સરસઈ ગામે સરપંચ અને ઉપસરપંચે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Follow us on

વિસાવદરના સરસઈના સરપંચ અને ઉપસરપંચે મહિલાના બિભત્સ ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલા તથા તેના પતિને મારી નાખવાની ધમકી આપી છેલ્લા 10 માસથી દુષ્કર્મ આચરતા હતા. આ સમગ્ર બાબતે મહિલા સાથે પાડેલા બિભત્સ ફોટો વાઈરલ કરી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધવા મુદ્દે વિસાવદર પોલીસમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા સરપંચની ધરપકડ કરી જ્યારે ઉપ સરપંચ હાલ ફરાર છે.

બ્લેકમેઇલ કરી આચાર્યો દુષ્કર્મ

જૂનાગઢમાં પરિણીત મહિલાએ સરસઈ ગામના સરપંચ ચેતન દુધાત અને ઉપસરપંચ જયદિપ લાખાણી સામે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી લગભગ 10 મહિના પહેલા પીડિતા ઘરે એકલી હતી ત્યારે ગામનો સરપંચ ચેતન દુધાત ઘરમાં આવ્યો. મારી સાથે બીભત્સ માંગણી કરી હતી. પરિણીતાએ વિરોધ કરતા ચેતને કહ્યું કે, હું ગામનો સરપંચ છું અને તારે મારી સાથે શરીર સંબંધ બાંધવા પડશે,પરંતુ ભોગ બનનાર મહિલાએ ના પાડતા ચેતને ધમકી આપતા કહ્યું હતું કે,તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો હું તારા પતિને જાનથી મારી નાખીશ. ચેતનની ધમકીના કારણે પરિણીતા ડરી ગઈ હતી અને આરોપીના તાબે થઈ ગઈ હતી.

આ પણ વાંચો : જેતપુર-જૂનાગઢ હાઈવે પર કારને રોકી લૂંટને અંજામ આપનારા આરોપી પર પોલીસનો સકંજો, એશોઆરામની જિંદગી જીવવા ચડ્યા લૂંટના રવાડે

સરપંચ બાદ ઉપ સરપંચ એ આચર્યુ દુષ્કર્મ

સરપંચ બાદ સરસઈ ગામના ઉપસરપંચ જયદીપ લાખાણીએ પરિણીતાને કહ્યું હતું કે, તેં ચેતન સાથે શરીર સંબંધ બાંધેલ છે તે મને ખબર છે. તારે મારી સાથે પણ શરીર સંબંધ બાંધવો પડશે. જો નહીં બાંધે તો હું ગામમાં બધાને વાત કરી દઈશ. આ રીતે ધમકી આપી જયદીપે પણ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને પરિણીતાના અશ્લીલ ફોટો પણ પાડી લીધા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પોલીસે આરોપી સરપંચની ધરપકડ કરી

બન્ને આરોપીના ત્રાસથી કંટાળી પીડિત મહિલાએ પોલીસનું શરણું લીધુ હતું અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં બંને વિરુધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સરસઈના સરપંચ ચેતન દુધાતની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઉપસરપંચ જયદીપ લાખાણી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરાઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 5:35 pm, Fri, 7 April 23

Next Article