Junagadh: ભારે વરસાદને પગલે ઓઝત નદીમાં આવ્યા નવા નીર, જુઓ ઓઝત નદીના આકાશી દ્રશ્યોનો Video

|

Jul 05, 2022 | 10:13 AM

જૂનાગઢ (Junagadh) જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની કૃપા વરસી રહી છે. ત્યારે સારા વરસાદના (Rain) કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે.

Junagadh: ભારે વરસાદને પગલે ઓઝત નદીમાં આવ્યા નવા નીર, જુઓ ઓઝત નદીના આકાશી દ્રશ્યોનો Video
ઓઝત નદીમાં નવા નીર આવવાના આકાશી દ્રશ્યો

Follow us on

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ (Rain) પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના (Saurashtra) મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ખેતરમાં રહેલો પાક સુકાવા લાગ્યો હતા. પરંતુ વરસાદ વરસતા ખેતરમાં રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. જૂનાગઢમાં (Junagadh) પણ સારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાયા છે. જૂનાગઢમાં ઓઝત નદીમાં આવેલા નવા નીરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

ઓઝત નદીમાં આવ્યા નવા નીર

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની કૃપા વરસી રહી છે. ત્યારે સારા વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. જૂનાગઢની જીવાદોરી ગણાતી ઓઝત નદીમાં નવા પાણીની આવક થઈ છે. ત્યારે 125 કિમીની લંબાઈ ધરાવતી આ ઓઝત નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના કારણે નદીમાં નવા નીર આવવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ખેડૂતોમાં ખુશીનો માહોલ

ઓઝત નદી અનેક ગામડાઓને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પુરૂ પાડે છે. ત્યારે વરસાદના કારણે ઓઝત નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ આગોતરા વરસાદને લઈને કપાસ, મગફળી જેવા ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું. આ વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા પણ વધવા લાગી હતી. જો કે મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોના ચહેરા પર ચિંતા દૂર થઈને સ્મિત જોવા મળ્યું હતું.

આગામી 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે.. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે.

Published On - 9:08 am, Tue, 5 July 22

Next Article