Junagadh: સવારથી સાંજ સુધીમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા નરસિંહ મહેતા તળાવ છલકાયું, જનજીવન ઠપ

|

Aug 17, 2022 | 7:15 PM

આનંદ પાર્ક સોસાયટીમાં એ હદે પાણી ભરાયા જે પાણીના નિકાલ માટે દિવાલ તોડવામાં આવી હતી. તો ઝાંઝરડા અંડરબ્રિજ પણ બંધ થયો હતો. આ તરફ જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો (Dam Overflow) થતા નીચાણવાળા ગામોને એલર્ટના (Alert) આદેશ અપાયા છે.

Junagadh: સવારથી સાંજ સુધીમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા નરસિંહ મહેતા તળાવ છલકાયું, જનજીવન ઠપ
Junagadh: Narsingh Mehta lake overflowed

Follow us on

જૂનાગઢ (Junagadh) જિલ્લામાં જાણે કે બારે મેઘ ખાંગા થયા છે. શહેરમાં સવારે 6થી બપોરે 4 વાગ્યા દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતાં (Heavy Rain) અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં અનેક સોસાયટીઓમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જૂનાગઢ તાલુકામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ઠેર ઠેર આકાશી આફતના દ્રશ્યો જોવા મળ્યા. તો શહેરમાં પણ રસ્તા સહિત લોકોના ઘર પાણીમાં ડૂબી જતા જનજીવન ઠપ જોવા મળ્યું.

તો બીજી બાજુ નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. જ્યાં આનંદ પાર્ક સોસાયટીમાં એ હદે પાણી ભરાયા જે પાણીના નિકાલ માટે દિવાલ તોડવામાં આવી હતી. તો ઝાંઝરડા અંડરબ્રિજ પણ બંધ થયો હતો. આ તરફ જૂનાગઢનો સૌથી મોટો  હસનાપુર ડેમ ઓવરફ્લો (Dam Overflow) થતા નીચાણવાળા ગામોને એલર્ટના (Alert) આદેશ અપાયા છે. તો માણાવદરમાં ધોધમાર વરસાદ પડતાં રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.

ઉબેણ નદીમાં આવ્યું  ઘોડાપૂર

ગિરનાર પર્વત અને દાતાર ઉપર ધોધમાર વરસાદને લીધે પાણીનો પ્રવાહ વધી ગયો છે. સતત વરસાદમાં ગીરનાર તથા દાતાર વાદળોથી ઘેરાયો છે. ગિરનાર ઉપર બે ઈંચથી પણ વધુ વરસાદ વરસતા સીડીઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકથી વરસાદ સતત વરસી રહ્યો છે જેના લીધે સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. બીજી તરફ ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં ઊબેણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ધંધુસર ગામના પુલ પર પાણી ફરી વળતા ધંધુસર ગામ અને જૂનાગઢને જોડતો રસ્તો થયો બંધ થઈ ગયો હતો. એટલે કે અહિંથી જૂનાગઢ આવવા માટે પાણી ઓસર્યા બાદ જ રસ્તો ખુલ્લો થઈ શકે છે તે સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. ધંધુસર ગામમાં સૌથી મોટું દૂધનું ઉત્પાદન કરે છે.

 

ફાયરના જવાનોએ લકવાગ્રસ્ત મહિલાનું કર્યું  રેસ્કયૂ

તો વળી એક વિસ્તારમાં તો ફાયર બ્રિગેડના જવાનોની સરાહનીય કામગીરી પણ જોવા મળી હતી. અહિં ફાયરના જવાનોએ 500 મીટર પાણીમાં લકવાગ્રસ્ત મહિલાનું કરાયું રેસ્ક્યુ કર્યુ હતુ. વરસાદમાં જવાનોએ મહિલાને ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સૌથી મોટો હસનાપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે.

છેલ્લા બે દિવસથી ગિરનાર જંગલમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ છલોછલ થઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા  ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Next Article