Junagadh : પાકનું વાવેતર કર્યા બાદ ચોમાસુ ખેંચાતા, જગતના તાતની વધી મુશ્કેલી

|

Jul 10, 2021 | 9:50 AM

જુનાગઢમાં 60% ખેડુતોએ મગફળીનું વાવેતર કર્યું છે. ત્યારે હાલ ચોમાસુ ખેંચાતા ખેડુતોને પાક નુકશાનની ભિતી સેવાઈ રહી છે. કારણ કે સૌરાષ્ટ્રની મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે.

સામાન્ય રીતે, જુન મહિનામાં ચોમાસુ (Monsoon) ચાલુ થતું હોય છે, પરંતુ આ વર્ષ ચેમાસુ ખેંચાયું છે. જેને કારણે જુનાગઢના ખેડુતોએ આડી મગફળીના વાવેતરની જગ્યાએ ખેડુતો ઉભરી મગફળીનું વાવેતર કરવા માટે મજબુર બન્યા છે.

જો કે,આ ઉભરી મગફળીને કારણે ખેડુતોને કેટલાક ફાયદા પણ મળે છે. જેમાં આ મગફળીનું વાવેતર ઓછી જગ્યામાં થઈ શકે છે. ઉપરાંત આ મગફળીને (Groundnut) પાણીની પણ ઓછી જરૂરિયાત રહે છે.

પરંતુ કૃષિ નિષ્ણાંતનું (Agricultural Specialist) માનીએ તો, જો એક સપ્તાહમાં વરસાદ આવશે તો ઉભરી મગફળીને જીવનદાન મળશે.અન્યથા, પાકમાં સુકારો અને ચુસિયા પ્રકારનો રોગ આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જુનાગઢમાં 60% ખેડુતોએ (Farmer) મગફળીનું વાવેતર કર્યું છે અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોય છે. ત્યારે હાલ ચોમાસુ ખેંચાતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

કૃષિ નિષ્ણાંતે જણાવ્યું હતું કે, ઉભરી મગફળી ખેડુતોને ઘણી ફાયદાકરાક છે, પરંતુ વરસાદ ખેંચાતા આ મગફળીમાં ચુસિયા પ્રકારની જીવાત આવી શકે છે. જે માટે ખેડુતોએ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જરૂરી છે.

મહત્વપૂર્ણ છે કે,આખુ વર્ષ ધરતીપુત્રો ચોમાસાની વાટ જોઈને બેઠા હોય છે, પણ હાલની સ્થિતિ એવી છે કે ચોમાસું બેસી ગયું હોવા છતાં વરસાદ ન થતા ખેતરોમાં પાક (Crops) સુકાઈ રહ્યા છે. તો બીજી તરફ ડેમ પણ તળિયા ઝાટક થઈ જતા ખેડુતોને પાક નુકશાનની ભિતી હાલ સેવાઈ રહી છે.

 

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા પાલિકાને કરી રજુઆત, પગલા ભરવામાં નહીં આવે તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

Published On - 9:49 am, Sat, 10 July 21

Next Video