Junagadh : રહેણાંક વિસ્તારમાં આવી ચઢયા વનરાજા, CCTVમાં કેદ થયા દ્રશ્યો, જુઓ સિંહની લટારનો વીડિયો

|

Aug 31, 2022 | 10:51 AM

CCTV કેમેરામાં 4 સિંહ લટાર મારતા જોવા મળ્યા..આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવી પહોંચતા હોય છે. જેને પગલે લોકોની સુરક્ષા જોખમાઈ છે. રહેણાક વિસ્તારમાં સિંહ આવી પહોંચતાં વનવિભાગને જાણ કરવામાં આવી છે.

Junagadh : રહેણાંક વિસ્તારમાં આવી ચઢયા વનરાજા, CCTVમાં કેદ થયા દ્રશ્યો, જુઓ સિંહની લટારનો વીડિયો
જૂનાગઢના શહેરી વિસ્તારમાં લટાર મારતા સિંહ

Follow us on

જૂનાગઢમાં (Junagadh) રહેણાક વિસ્તારમાં સિંહ  ( Lion ) જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.  શહેરની મધ્યમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં ગત મોડી રાત્રે સિંહ લટાર મારતા જોવા મળ્યા છે. CCTV કેમેરામાં 4 સિંહ લટાર મારતા જોવા મળ્યા. આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવી પહોંચતા હોય છે. જેને પગલે લોકોની સુરક્ષા જોખમાઈ છે. રહેણાક વિસ્તારમાં સિંહ આવી પહોંચતાં વનવિભાગને જાણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ધારી, અમરેલી, ગીર જંગલ વિસ્તાર અને જૂનાગઢ ભવનાથ તળેટીના શહેરી વિસ્તારમાં  પણ સિંહ હવે આંટાફેરા કરી લેતા હોય છે. ગીર સોમનાથના વેરાવળમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. દેવલપુર ગીર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ એક મકાનની છત પર ચડી ગઈ હતી. સિંહણ મકાનના છત પર આરામ ફરમાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો  હતો તો  સિંહણ છત પર ચડીને ત્રાડ મારે છે. તો સામે મોરલાઓ પણ તેને જવાબ આપતા હોય તેમ ટહુકા મારી રહ્યા છે. ઘટનાને પગલે ઘરની અંદર રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અવાર નવાર  હવે શહેરી વિસ્તાર સુધી  સિંહ આંટાફેરા કરી લેતા હોય છે

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

ભવનાથ તળેટી વિસ્તારમાં પણ જોવા મળે છે સિંહ

તો જૂનાગઢના હાર્દ સમાન ભવનાથ મંદિર અને તળેટી વિસ્તારમાં પણ સિંહ ફરતા હોય તેવા સીસીટીવી વીડિયો મળી આવેલા છે.  સામાનય્ રીતે સિંહ માણસો ઉપર હુમલા કરતા નથી  પરંતુ  તેમ છતાં જો વનરાજા  સિંહ સામે આવી  જાય તો તેમને જોઇને ભલ ભલા લોકો ડરી જતા હોય છે.

મધુવંતી ડેમ ઉપર  14 ઓગસ્ટે જોવા મળ્યા હતા સિંહ

જૂનાગઢના (Junagadh) મેંદરડામાં આઝાદી કા અમૃત મહોત્સવને લઈને મધુવંતી ડેમને  (Madhuvanti Dam) તિરંગા તથા રોશનીથી શણગારવામાં આવ્યો હતો. જ્યાં એક સાથે 5 સિંહ ડેમ પર આટાંફેરા કરતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. આ ફૂટેજ જોઈને લાગતું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગિરનારના ડાલામથ્થા સાવજ પણ જોડાયા હતા. આઝાદીપર્વના ઉપક્રમે મધુવંતી ડેમને તિરંગા તથા રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો હતો. ત્યારે રાત્રિના સમયે સીસીટીવી (CCTV) કેમેરામાં સિંહ ફરતા જોવા મળ્યા હતા. હાલ  આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Next Article