ગિરનાર લીલી પરિક્રમા : 400 લોકોની મંજુરી સામે ભવનાથ તળેટીમાં 25 હજાર ભક્તો ઉમટી પડ્યા

|

Nov 14, 2021 | 3:14 PM

જૂનાગમાં લીલી પરિક્રમા માટે ભાવિકોને મનાઈ હોવા છતાં 25 હજાર જેટલા ભાવિકો પરિક્રમા માટે પહોંચ્યા છે. ભવનાથ તળેટીએ ભાવિકોએ હલ્લાબોલ શરૂ કર્યો છે અને પરિક્રમાની મંજૂરી માગી રહ્યા છે.

JUNAGADH : જૂનાગઢમાં લીલી પરિક્રમા માટે એકઠાં થયેલા ભાવિકોએ મંજૂરીની માગ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો. હજારો ભાવિકોએ પરિક્રમાના ગેટ સામે બેસીને ધૂન ગાઈ વિરોધ નોંધાવી રહ્યા છે. એકઠાં થયેલા ભાવિકોએ જૂનાગઢના કલેકટર ને જગાડો અને જલદી મંજૂરી આપો તેવી ધૂન ગાઈ રહ્યા છે.

જૂનાગમાં લીલી પરિક્રમા માટે ભાવિકોને મનાઈ હોવા છતાં 25 હજાર જેટલા ભાવિકો પરિક્રમા માટે પહોંચ્યા છે. ભવનાથ તળેટીએ ભાવિકોએ હલ્લાબોલ શરૂ કર્યો છે અને પરિક્રમાની મંજૂરી માગી રહ્યા છે. બીજી તરફ ભાવિકોની ભીડ બેકાબૂ ન બને માટે પોલીસ અને વન વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની ગાઈડલાઈન મુજબ આ વખતે ભાવિકોને લીલી પરિક્રમાની મંજૂરી આપવામાં નથી આવી. આ વખતે માત્ર સાધુ-સંતો જ લીલી પરિક્રમા કરી શકશે જેની અગાઉથી જ તંત્રએ જાણ કરી છે છતાં મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા માટે પહોંચ્યા છે અને રકઝક કરી રહ્યા છે.

ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જુનાગઢ કલેકટર દ્વારા લીલી પરિક્રમા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.. ત્યારે દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. ત્યારે કોવિડ ગાઈડલાઈનના નિયમોને ધ્યાનમાં લઈ વધુમાં વધુ 400 લોકોની મર્યાદામાં સાધુ સંતો દ્વારા પરિક્રમા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આમ જનતા અને ભાવિકો માટે આ પરિક્રમા બંધ રાખવામાં આવી છે. ભાવિકો અને આમજનતાએ ન આવવું તેવી પ્રાંત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું

Next Video