કાશ્મીરી બાપુ (Kashmiri Bapu) ભવનાથમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જ આશ્રમમાં રહીને ભગવાનની આરાધનામાં લીન રહેતા હતા. છેલ્લા થોડા દિવસોથી તબિયત ખરાબ થઈ હતી જેથી ખાનગી હોસ્પિટલ (Private hospital) માં સારવાર હેઠળ હતા. સારવાર બાદ આશ્રમ લઇ જવાયા હતા જ્યાં આજે વહેલી સવારે કાશ્મીરી બાપુ સ્વર્ગવાસ થયા છે. આજે વહેલી સવારે 97 વર્ષની વયે બાપુ દેવલોક પામ્યા હતા. બાપુનો દેહને આવતીકાલ સુધી ભક્તોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. આવતીકાલે 11 વાગ્યે તેમના આશ્રમમાં બાપુના દેહને સમાધિ આપવામાં આવશે.
ગરવા ગિરનારની ગોદમાં વર્ષો સુધી સાધના કરનાર સંત પૂ.કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતાં તેમના અનુયાયી (followers) વર્ગમાં શોક છવાયો છે. બાપુના પાર્થિવદેહને આવતીકાલે સમાધિ આપવામાં આવશે. હાલ કાશ્મીરી બાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેવું સેવકો પાસેથી જાણવા મળી રહ્યુ છે.
પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.
દાતારેશ્વર મહાદેવ મંદિરના મહંત અને નિરંજન અખાડાના સંત શિરોમણીની વિદાયથી સમગ્ર પંથકના લોકો આશ્રમ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. કાશ્મીરી બાપુની આવતીકાલે 11 વાગ્યે કરાશે અંતિમવીધી કરવામાં આવશે. હાલ આશ્રમ ખાતે બાપુના દર્શન કરવા સેવકોની લાગી લાંબી કતારો લાગી રહી છે.
કાશ્મીરી બાપુનું નિધન થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટે, જૂનાગઢમા સાંસદ રાજેશ ચૂડાસમા, પોરબંદરના ,સાસંદ રમેશ ધડૂક, જામનગરમાં સાસદ પૂનમ માડમ, જાણિતા કલાકાર કિર્તીદાન ગઢવી સહિતા અનેક મહાનુભાવોએ સોશિયલ મીડિયામાં શોક સંદેશ પાઠવી બાપુને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પણ વાંચોઃ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચોઃ Mehsana: થોળ પક્ષી અભ્યારણ્યમાં પક્ષી ગણતરી, પક્ષી ગણતરી માટે 8 ઝોનમાં કુલ 32 પક્ષીવિદોની ટીમ ગોઠવાઇ