
જૂનાગઢના જોષીપરામાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં ઘરમાં સૂતેલી માતા પુત્રી ઉપર અજાણ્યા શખ્સે જ્વલનશીલ પદાર્થ અને સળગતું કાપડ નાખ્યું હતું. જેના કારણે માતા તથા પુત્રી દાઝી ગયા હતા. આ ઘટનામાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને અંજામ આપનારા જે બે આરોપીઓએ હતા તેઓ અંધારામાં નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી
પોલીસે જણાવ્યું હતું કે જોષીપરાના આદિત્ય શાકભાજી બજાર નજીક રહેતી 23 વર્ષીય મહિલા ઘરમાં સૂતી હતી ત્યારે અજાણ્યા શખ્સે જ્વલનીશલ પ્રવાહી તેમજ સળગતું કપડું ફેકતા આ યુવતી પેટના ભાગે દાઝી ગઈ હતી. અચાનક આવી દુર્ઘટના બનતા યુવતીએ ચીસાચીસ કરી મૂકી હતી ત્યારે તેના માતાએ આગ ઓલવતા તેઓ પણ દાઝી ગયા હતા. પોલીસે આ ઘટનાનમાં પારિવારિક દુશ્મનીથી માંડીને પ્રેમ પ્રકરણ અંગે તપાસ શરૂ કરી છે.
જૂનાગઢના જોષીપરામાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં ઘરમાં સૂતેલી માતા પુત્રી ઉપર અજાણ્યા શખ્સે જ્વલનશીલ પદાર્થ અને સળગતું કાપડ નાખ્યું હતું. જેના કારણે માતા તથા પુત્રી દાઝી ગયા હતા. આ ઘટનામાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને અંજામ આપનારા જે બે આરોપીઓએ હતા તેઓ અંધારામાં નાસી છૂટ્યા હતા.
આ સમગ્ર ઘટના અંગે જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે જણાવ્યું હતું કે જોષીપરા આદિત્યા શાકભાજી બજાર નજીક રહેતી 23 વર્ષીય મહિલા ઘરમાં સૂતી હતી ત્યારે અજાણ્યા શખ્સે જ્વલનીશલ પ્રવાહી તેમજ સળગતું કપડું ફેકતા આ યુવતી પેટના ભાગે દાઝી ગઈ હતી. અચાનક આવી દુર્ઘટના બનતા યુવતીએ ચીસાચીસ કરી મૂકી હતી ત્યારે તેના માતાએ આગ ઓલવતા તેઓ પણ દાઝી ગયા હતા. પોલીસે આ ઘટનાનમાં પારિવારિક દુશ્મનીની શંકા સેવાઈ રહી છે. પોલીસે આપેલી પ્રાથમિક વિગોત અનુસાર ભોગ બનનાર મહિલા તેમજ તેની બહેન લગ્ન બાદ સાસરીમાં વિખવાદને પગલે પિયરમાંજ રહે છે અને તેમનો ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે ત્યારે આ ઘટનામાં યુવતીઓના સાસરિયાઓની વર્તણૂક અંગે પણ તપાસ કરવામાં આવશે.