ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી શરૂ થયું, પ્રવાસીઓમાં આનંદ

|

Oct 16, 2021 | 8:42 AM

ગીર સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાંનું એક છે. ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે. ગીર એશિયાઇ સિંહ માટે ખુબ પ્રચલિત છે.

જૂનાગઢનું(Junagadh)  ગીર અભ્યારણ્ય(Gir sanctuary)  પ્રવાસીઓ(Tourist) માટે આજથી ફરીથી શરૂ થયું છે. જેના પગલે સાસણ(Sasan) સિંહસદનથી પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ રવાના કરવામાં આવી હતી. ગીર અભ્યારણ્ય શરૂ થતા જ પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.છેલ્લા કેટલાક મહિનાઓથી ગીર અભ્યારણ્ય બંધ હતું. પ્રવાસ પ્રેમી જનતા હવે ગીરની મુલાકાત લઇ શકાશે.

16 જૂનથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ હતું. કોરોનાની બીજી લહેર ચોમાસું તેમજ મેટીંગ પીરિયડ હોવાના કારણે અભ્યારણ્ય ચાર મહિનાથી બંધ હતું. પરંતુ હવે પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. હાલની વાત કરીએ તો હાલ તમામ ઓનલાઇન બુકીંગ ફૂલ છે. કોરોનાની ગાઇડલાઇન અનુસાર પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

ગીર સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાંનું એક છે. ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે. ગીર એશિયાઇ સિંહ માટે ખુબ પ્રચલિત છે. ચોમાસાની ઋતુમાં તેમેજ મેટિંગ સિઝન હોવાના કારણે ચાર માસ માટે ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્રવાસીઓ માટે સિંહદર્શન બંધ કરવામાં આવે છે. દર વર્ષનો આ ક્રમ છે. જેમાં પ્રવાસી લોકો સિંહદર્શન કરી શકતા નથી.

દેશ અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓ જંગલમાં વિચરતા સિંહદર્શન માટે ચોક્કસ આવતા હોય છે. સાસણ ગીર અભયારણ્ય વિસ્તારમાં આવવું પ્રવાસીઓને પસંદ છે. ગીર અભ્યારણ ચોમાસાના ચાર માસના વેકેશનને લઈ બંધ હતું.

આ પણ વાંચો : રૂપાલમાં માતાજીની પલ્લીનો આવો રહ્યો નજારો, જુઓ વિડીયો

આ પણ વાંચો : દશેરા પર હિન્દુત્વને લઈ ઉદ્ધવ ઠાકર અને મોહન ભાગવત વચ્ચે શાબ્દિક તીરોના મારો, કહ્યું અમારી રીતો અલગ પણ વિચારધારા એક જ છે

Next Video