રૂપાલમાં માતાજીની પલ્લીનો આવો રહ્યો નજારો, જુઓ વિડીયો

રાત્રે 12 વાગ્યા રૂપાલની પલ્લી નીકળી હતી. જેમાં બહારના કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.  આ વર્ષે કોરોનાના કારણે લિમિટેડ લોકો સાથે પલ્લી કાઢવા મંજૂરી આપતા તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.

દેશ-દુનિયામાં જેટલા પ્રખ્યાત ગુજરાતના ગરબા છે તેટલી જ પ્રખ્યાત છે રૂપાલની પલ્લી..જોકે આ વખતે પણ કોરોનાનું ગ્રહણ પલ્લીમાં ભાવિ-ભક્તોની હાજરી માટે બાધારૂપ બન્યું છે. રાત્રે 12 વાગ્યા રૂપાલની પલ્લી નીકળી હતી. જેમાં બહારના કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.  આ વર્ષે કોરોનાના કારણે લિમિટેડ લોકો સાથે પલ્લી કાઢવા મંજૂરી આપતા તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગામના લોકો જ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પલ્લી કાઢવાની પરંપરા જાળવી રાખી હતી. મહત્વનું છે કે માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય અને તેની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળે છે. રૂપાલની પલ્લીને જોવા માટે લાખો લોકો આવે છે. આજે રાત્રે પલ્લી નીકળે તે પહેલા ગામમાં આનંદનો માહોલ છવાયો હતો. તેમજ ગામમાંથી ઘી એકઠું કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે. અગાઉ લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી આ વખતે ગ્રામજનો વચ્ચે જ કાઢવામાં આવી.. ગામના લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કર્યા.

ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો..કોરોનાકાળ પહેલાં દરેક ચોકમાં ઘીના પીપડાં-ટ્રેક્ટર ભરેલા રહેતાં જેમાં ડોલે-ડોલે પલ્લી પર ઘીનો અભિષેક થતો હતો. જોકે કોરોનાને પગલે છેલ્લે બે વખતથી પલ્લીમાં ઘીની નદીઓ નથી વહીં.

આ પણ  વાંચો : સુરત શહેરમાં ખાણીપીણી વેચતા વાહનો હવે એક સરખા રંગમાં દેખાશે, મોબાઈલ ફૂડ કોર્ટ પોલિસીને મળી મંજૂરી

આ પણ વાંચો : શિક્ષણ મંત્રાલય શરૂ કરી રહ્યું છે ‘વીરગાથા પ્રોજેક્ટ’, વીરોના જીવન પર બનાવાના રહેશે પ્રોજેક્ટ, મળશે એવોર્ડ

Click on your DTH Provider to Add TV9 Gujarati