Junagadh:કૃષિ મંત્રી આર.સી. ફળદુનું ખેડૂતોને આશ્વાસન, પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઇ માટે પાણી અપાશે

|

Aug 26, 2021 | 6:58 PM

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે પીવાના પાણીનો જથ્થો અનામત રાખી બાકીના જથ્થાને સિંચાઈ માટે આપવામાં આવે જેથી ખેડૂતોના પાકને જીવનદાન મળી રહે.

ગુજરાતમાં ઓછા વરસાદ અને સિંચાઈ(Irrigation)મુદ્દે કૃષિ પ્રધાન આર.સી.ફળદુનું(RCFaldu) નિવેદન સામે આવ્યું છે. તેમણે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના કપાસ રિચર્સ સેન્ટરની લેબના ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આર.સી.ફળદુએ નિવેદન આપ્યું કે, રાજ્યમાં ઓછો વરસાદ પડ્યો છે. પરંતુ આશા છે કે, ચોમાસું પુરૂ થાય તે પહેલા વરસાદ પડશે. ત્યાં સુધી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, પીવાના પાણીનો જથ્થો અનામત રાખી બાકીના જથ્થાને સિંચાઈ માટે આપવામાં આવે જેથી ખેડૂતોના પાકને જીવનદાન મળી રહે.

ત્યારે આગામી દિવસોમાં પીવાના પાણીના આયોજનને લઈને નાયબ મુખ્યપ્રધાનો કહ્યું હતું કે, અને નર્મદાના સરદાર સરોવર ડેમમાં આખુ વર્ષ પીવાનું પાણી મળી રહે તે માટેનો પાણીનો જથ્થો છે.બીજી તરફ નર્મદા કેનાલ દ્વારા ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

બીજી તરફ જળ સંપતિ વિભાગના મુખ્ય સચિવે પણ જણાવ્યું કે, પાણીના પર્યાપ્ત જથ્થાને રાખીને પીવાના અને સિંચાઈના પાણીની વ્યવસ્થાનું આયોજન થઈ ચૂક્યું છે.હજુ સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવો આશાવાદ છે. અનાયાસે જો વરસાદ ન વરસ્યો તો પીવાના અને સિંચાઈના પાણી માટે સરદાર સરોવર પર સમગ્ર મદાર રાખવો પડશે તે નક્કી છે.

રાજ્યમાં વરસાદની ઘટના લીધે જગતના તાત એવા ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો : Ahmedabad: કોરોના બાદ હવે મચ્છરજન્ય રોગનો કહેર, ડેન્ગ્યુના કારણે 12 વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનો ભય, બ્રિટન -અમેરિકાએ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી

Published On - 6:53 pm, Thu, 26 August 21

Next Video