ભડકાઉ ભાષણ કેસ : મૌલાના મુફ્તી સલમાનને અમદાવાદ ATSના મુખ્યાલય લવાયો, સુરક્ષા સાથે જૂનાગઢ લઇ જવાશે

ગુજરાત ATSની ટીમ મુંબઈથી મૌલાનાને લઇને અમદાવાદ ATS પહોંચી છે. હવે અમદાવાથી સઘન સુરક્ષા વચ્ચે મૌલાનાને જૂનાગઢ લઇ જવાશે . ગઇકાલે રાત્રે ઘાટકોપર વિસ્તારમાંથી ગુજરાત ATSએ કરી હતી મૌલાનાની ધરપકડ કરી હતી. ATSએ મુફ્તીનું લોકેશન ટ્રેસ કરીને ઝડપીને ગુજરાત લઇ આવી છે. 

ભડકાઉ ભાષણ કેસ : મૌલાના મુફ્તી સલમાનને અમદાવાદ ATSના મુખ્યાલય લવાયો, સુરક્ષા સાથે જૂનાગઢ લઇ જવાશે
| Edited By: | Updated on: Feb 05, 2024 | 11:54 AM

ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના મુફ્તી સલમાનની મુંબઇના ઘાટકોપરથી ધરપકડ કરીને અમદાવાદ ATSના મુખ્યાલય લાવવામાં આવ્યો. જૂનાગઢ પોલીસ અહીં ATS સાથે કાયદેસરની પ્રોસેસ કર્યા બાદ આરોપીનો કબજો લઈ જૂનાગઢ રવાના થશે.

સઘન સુરક્ષા વચ્ચે મૌલાનાને જૂનાગઢ લઇ જવાશે

ગુજરાત ATSની ટીમ મુંબઈથી મૌલાનાને લઇને અમદાવાદ ATS પહોંચી છે. હવે અમદાવાથી સઘન સુરક્ષા વચ્ચે મૌલાનાને જૂનાગઢ લઇ જવાશે . ગઇકાલે રાત્રે ઘાટકોપર વિસ્તારમાંથી ગુજરાત ATSએ કરી હતી મૌલાનાની ધરપકડ કરી હતી. ATSએ મુફ્તીનું લોકેશન ટ્રેસ કરીને ઝડપીને ગુજરાત લઇ આવી છે.

બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો હતો

જરાત ATSએ મુંબઇના ઘાટકોપરથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે. મૌલાનાને ગુજરાત લાવવાની કાયદાકીય કાર્યવાહી માટે ઘાટકોપર પોલીસ મથકે લઇ જવાયો હતો. રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસે મૌલાના અઝહરીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો હતો અને મુંબઈથી જૂનાગઢ જવા રવાના થયા હતા.

મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું

31 જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. મૌલાનાના શાંતિ ડહોળવાના પ્રયાસને લઇ પોલીસ અને ATSએ 3 લોકો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અજીમ હબીબ અને મૌલાના મુફ્તી સામે કલમ 153A, 505, 188, 114 હેઠળ FIR નોંધવામાં આવી. જે બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અજીમ હબીબને ઝડપ્યા હતા.

આ પણ વાંચો- Junagadh: મૌલાના મુફ્તીના ભડકાઉ ભાષણ મામલે હિંદુ ધર્મગુરુઓમાં રોષ, જ્યોતિર્નાથ મહારાજે કડક કાર્યવાહીની માગ કરી, જુઓ Video

કોણ છે મૌલાના સલમાન ?

મૌલાના મુફ્તી સલમાન સુન્ની ઈસ્લામિક રિસર્ચ સ્કોલર અને મોટીવેશનલ સ્પીકર છે. ઈજીપ્તની જામિયા અલ-અઝહરથી ઈસ્લામિક વિષયમાં સ્નાતક છે. તે વિશ્વભરમાં હજારો ફોલોઅર્સ ધરાવે છે. તે સામાજિક-ધાર્મિક ગતિવિધીમાં સક્રિય છે. તે કેટલાક ઈસ્લામિક ટ્રસ્ટ અને દારૂલ અમાનના સંસ્થાપક પણ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:53 am, Mon, 5 February 24