JUNAGADH : માણાવદર ભાજપમાં ભડકો, 5 નગરસેવકોએ આપ્યા રાજીનામાં

|

Nov 01, 2021 | 4:34 PM

માણાવદર નગરપાલિકાના મહિલા પ્રમુખે કહ્યું કે વાયરલ કરેલા રાજીનામામાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો ઉલ્લેખ કરીને જે આક્ષેપ કરવામાં આવ્યાં છે એ તદ્દન પાયાવિહોણા છે.

JUNAGADH : જુનાગઢમાં માણાવદરમાં ભાજપમાં ભડકો થયો છે. માણાવદર નગરપાલિકામાં ભાજપના 5 નગરસેવકોએ રાજીનામાં આપી દીધા છે. આ નગરસેવકોના રાજીનામાંની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. એક તરફ ગ્રાન્ટની બાબતમાં યોગ્ય માહિતી અપાતી ન હોવાથી આ 5 નગરસેવકોએ રાજીનામાં આપ્યા હોવાની ચર્ચા થઇ રહી છે, તો બીજી તરફ માણાવદર નગરપાલિકાના મહિલા પ્રમુખે નિવેદન આપ્યું છે કે આ પાંચ સભ્યોએ વ્હીપનો અનાદર કર્યો હતો.

માણાવદર નગરપાલિકાના મહિલા પ્રમુખ પુષ્પાબેન ગોરે એક નિવેદનમાં જણાવ્યું કે ગત 29ના રોજ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિકાસલક્ષી કામો લીધા હતા. તેમણે કહ્યું કે જિલ્લા પ્રમુખ દ્વારા પાર્ટીના તમામ નગરસેવકોને વ્હીપ આપવામાં આવી હતી. પણ કોઈ સંજોગને કારણે અમારા 5 સભ્યોએ વ્હીપ સ્વીકારી ન હતી. આ 5 નગરસેવકોએ વ્હીપનો અનાદર કર્યો હતો અને આમ છતાં વોટ્સએપ અને ફેસબૂક પર રાજીનામાનો કાગળ ફરતો કર્યો છે.

માણાવદર નગરપાલિકાના મહિલા પ્રમુખે કહ્યું કે વાયરલ કરેલા રાજીનામામાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો ઉલ્લેખ કરીને જે આક્ષેપ કરવામાં આવ્યાં છે એ તદ્દન પાયાવિહોણા છે. જનરલ બોર્ડમાં આવી કોઈ ઘટના બની જ નથી. રાજીનામાનો જ કાગળ સોશિયલ મીડિયામાં ફરે છે એ હજી સુધી જિલ્લા સંગઠન સુધી પહોચ્યો નથી. માણસોમેં ગુમરાહ કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદમાં અફીણની હેરાફેરીનો પર્દાફાશ, ખોડા ચેકપોસ્ટ પરથી બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાળ ઉપર ઉતર્યા

Next Video