જૂનાગઢમાં (Junagadh) વનવિભાગે અલગ અલગ કાર્યક્રમ યોજી વિશ્વ સિંહ દિવસની (World lion Day) ઉજવણી કરી છે. જેમાં 7 જિલ્લાના 15 લાખ વિદ્યાર્થીઓ ઉજવણીમાં જોડાયા હતા. જૂનાગઢની ખાંભળીયા સ્કૂલના વિદ્યાર્થીઓએ સિંહોના માસ્ક પહેરી રેલી યોજી હતી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. સાસણ ગીર (Sasan) અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 6800 શાળા ઉજવણીમાં જોડાઈ હતી. તેમજ વન વિભાગે સિંહની જાળવણી કેવી રીતે કરવી અને સંવર્ધન માટેની એક ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવી હતી. તેમજ વિદ્યાર્થીઓ પાસે સિંહના સંરક્ષણ માટે શપથ લેવડાવ્યા હતા. વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં દરેક જિલ્લાના વનવિભાગના અધિકારીઓ જોડાયા હતા. વન વિભાગ દ્વારા સિંહની જાળવણી કેવી રીતે કરવી અને તેનું સંરક્ષણ અને સંવર્ધન માટેની એક ફિલ્મ બતાવવામાં આવી હતી. વિશ્વ સિંહ દિવસ નિમિતે વિદ્યાર્થીઓ અને જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોને સિંહના સંરક્ષણના શપથ લેવડાવ્યા હતા.
સિંહ જૂનાગઢથી માંડીને ગીર સોમનાથ, અમરેલી, ધારી સહિતના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે અને ગીરના જંગલમાં રહેતા માલધારીઓ તેમજ સ્થાનિક નિવાસીઓ માટે સિંહ પોતીકું પ્રાણી છે. જેના સંવર્ધન માટે તેઓ હંમેશાં તૈયાર રહે છે.
બીજી તરફ ગીર સોમનાથના વેરાવળમાં પણ વિદ્યાર્થીઓ જાગૃતિ રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ સિંહના મુખોટા પહેરીને વિદ્યાર્થીઓ સિંહના સંવર્ધન અંગેની રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સિંહ બચાવોના સૂત્રો સાથે બે કિલોમીટર લાંબી રેલી પણ યોજાઈ હતી. રેલી વેરાવળ સરકારી બોયઝ હાઇસ્કૂલ ખાતેથી નીકળીને શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. આ રેલીને જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રસ્થાન કરાવ્યું હતું. વેરાવળમાં 15 જેટલી જુદી જુદી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સિંહનાં મહોરાં પહેરીને રેલીમાં જોડાયા હતા.
રાજ્યમાં થયેલી વસતી ગણતરી મુજબ સિંહની સંખ્યા તાજેતરમાં 674 છે. સિંહની વસતીમાં સતત વધારો થતા હાલ 8 જિલ્લાના 53 તાલુકાઓમાં સિંહ વસવાટ કરતા થયા છે.
Published On - 8:37 pm, Wed, 10 August 22