જૂનાગઢ શહેરમાં વાતાવરણ પલટાયું, ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

|

Dec 01, 2021 | 10:42 PM

જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ સરદારબાગ પાસે હોર્ડિંગ ધરાશાયી થયું છે. જ્યારે મનપા દ્વારા ક્રેન દ્વારા હોર્ડિંગ હટાવવામાં આવ્યું છે. હાલ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે.

ગુજરાતના (Gujarat) વાતાવરણમાં (Weather) પલટો થવાની સાથે જ જૂનાગઢ (Junagadh)શહેરમાં માવઠાની (Unseasonal Rain)અસર શરૂ થઈ છે. જેમાં શહેરમાં 50થી 60 કિમીની ઝડપે પવન (Wind)ફૂંકાયો છે. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ (Power Cut)થઈ છે. જેમાં બસસ્ટેન્ડ વિસ્તાર, ઝાંઝરડા વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ સરદારબાગ પાસે હોર્ડિંગ ધરાશાયી થયું છે. જ્યારે મનપા દ્વારા ક્રેન દ્વારા હોર્ડિંગ હટાવવામાં આવ્યું છે. હાલ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે.

તેમજ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.અરબી સમુદ્રમાં લોપ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં માવઠાનું સંકટ ઘેરાયું છે..રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે.. ભારે વરસાદને પગલે માછીમારોને 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જ્યારે ખેડૂતોને નુક્સાન ન થાય તે રીતે પાકને સલામત સ્થળે રાખવા સૂચન કરાયું છે.

રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ સર્જાયો છે.. ત્યારે હવામાન વિભાગે  માવઠાને લઈ મોટી આગાહી કરી છે.. રાજ્યમાં બે દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે.. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.. જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે અને મધ્યમ વરસાદ પડશે..

આ પણ વાંચો : સાંતેજ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટે ફટકારેલી સજા પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપી આ પ્રતિક્રિયા

આ પણ વાંચો :  દાહોદ જિલ્લામાં માવઠાથી નુકશાન, એપીએમસીમાં બહાર પડેલું અનાજ પલળી ગયુ

 

Published On - 10:35 pm, Wed, 1 December 21

Next Video