jamnagar : કમોસમી વરસાદે ઘઉંની ગુણવતા બગાડી, ખેડૂતોની આવક થઈ ઓછી, જાણો વિગત

|

Apr 21, 2023 | 8:49 AM

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક માર્ચથી શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ અડધી માનવમાં આવી રહી છે. તો આ વખતે આવેલા ઘઉંની ગુણવતા ઘટી હોવાથી તેના ભાવમાં જોઈએ તેટલો વધારો થયો નથી

jamnagar : કમોસમી વરસાદે ઘઉંની ગુણવતા બગાડી, ખેડૂતોની આવક થઈ ઓછી, જાણો વિગત

Follow us on

માર્ચ માહિનામાં પડેલો કમોસમી વરસાદ કે જેના કારણે ખેતી પાકોમાં મોટા પાયે નુકશાન સામે આવ્યું છે. આ તમામ વચ્ચે બજારમાં ઘઉં આવવાનો સમય હતો ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોને ર્દવી રહ્યો છે. આ વચ્ચે જામનગર યાર્ડમાં ગત વર્ષ કરતા ઘઉની અડધી આવક નોંધાઈ છે. આ સાથે આવેલા ઘઉંમાં ગુણવતાને અસર થતા પુરતા ભાવ નહીં મળતા હોવાની ખેડુતોની ફરીયાદ છે.

ટેકાના ભાવે ઘઉની ખરીદી કરવા માંગ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછી છે. જોકે તો આ વખતે ભાવ વધુ નહિ મળતા ખેડુતો નાખુશ છે. સરકાર વહેલી તકે ટેકાના ભાવે ઘઉની ખરીદી શરૂ કરે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની આવક માર્ચથી શરૂ થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ અડધી માનવમાં આવી રહી છે. તો આ વખતે આવેલા ઘઉંની ગુણવતા ઘટી હોવાથી તેના ભાવમાં જોઈએ તેટલો વધારો થયો નથી. વારંવાર થતા કમોસમી વરસાદ કારણે ઘઉંના ઉત્પાદન અને ગુણવતામાં અસર થઈ રહી છે. જેના કારણે ભાવમાં વધારો નહીં થતા ખેડુતોને પુરતા ભાવ નહીં મળતા હોવાની ફરીયાદ ખેડુતો કરી રહ્યા છે.

કમોસમી વરસાદના કારણે ઘઉંની ગુણવતાને અસર

હાલ ખેડુતોની માંગ છે કે, સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરે. કલ્યાણપુરથી હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલા ખેડુત મોહન રાણાએ જણાવ્યુ કે, ગત વર્ષની સરખામણીએ ઘઉના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ઘઉંની ગુણવતાને અસર થઈ છે. અને ઉત્પાદન પણ ઓછુ થયુ છે. જેના કારણે ખર્ચમાં વધારો થયો છે. પરંતુ આની સામે ખેડુતોની આવક ઓછી થઈ છે. સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરે તો ખેડુતો નુકશાનથી બચી શકે તેવું ખેડૂતોનું માનવું છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ઘઉંનુ ઉત્પાદન ઓછુ થતા આવક ઓછી

હાપા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે માર્ચમાં ઘઉંની કુલ 1,70,760 મણની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે માર્ચમાં માત્ર 51,205 મણની આવક નોંધાઈ છે. ગત વર્ષે 2022ના એપ્રિલ માસમાં 2,18,560 મણ આવક નોંધાઈ હતી. જે હાલના વર્ષમાં એપ્રિલના 20 દિવસમાં માત્ર 93,345 મણ આવક થઈ છે. ઘઉંનુ ઉત્પાદન ઓછુ થતા આવક ઓછી થઈ રહી છે. સાથે તેની ગુવણતા ઘટી હોવાથી તેના ભાવ ગત વર્ષે જેટલા હતા તેની સામે નજીવો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : ભગવાન પરશુરામ જયંતિએ પરંપરાગત ભવ્ય શોભાયાત્રા યોજાશે, બ્રહ્મસમાજના યુવાનો દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો

ખેડુતોના ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતા તેઓ આર્થિક નુકસાન સહન કરવા મજબુર બન્યા છે. ગત વર્ષે ઘઉંના એક મણના ભાવ રૂ. 380 થી 602 સુધી નોંધાયા હતા. આ વર્ષે તે ભાવ રૂ.308 થી 650 સુધી નોંધાયા છે. સારી ગુણવતાના ઘઉંના ભાવ 600થી 650 સુધી મળી રહ્યા છે. પરંતુ તે ઘઉંની આવક જ ઓછા પ્રમાણમાં થાય છે. હાલ સામાન્ય ગુણવતાવાળા ઘઉં વધુ પ્રમાણમાં આવે છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article