Gujarat weather : ગરમીનો પારો ઉંચો ગયા બાદ 4-5 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

|

Mar 01, 2023 | 3:55 PM

માર્ચથી મે મહિના દરમિયાન સરેરાશ 4થી 6 ડિગ્રી જેટલું તાપમાન વધુ રહેશે અને સામાન્ય કરતા વધુ ગરમી અનુભવાશે. તો મે મહિનામાં ધગધગતી ગરમીનો અનુભવ થશે. તો માર્ચ મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વધુ તાપમાન નોંધાશે.

Gujarat weather : ગરમીનો પારો ઉંચો ગયા બાદ 4-5 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

Follow us on

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ ગુજરાતના તાપમાનમાં વધારો થશે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં બરાબર ગરમીનો અનુભવ થશે જોકે આ પાંચ દિવસ દરમિયાન 3 દિવસ સૂકું વાતાવરણ રહેશે અને 3 દિવસ બાદ વાદળ બનવાની શરૂઆત થશે. તેમજ થંડર સ્ટોર્મ એક્ટવિટી શરૂ થતા 4 અને 5 માર્ચના રોજ રાજ્યમાં છૂટોછવાયો  કમોસમી વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાદળ બંધાયા બાદ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ થવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાઇકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ છે જેના કારણે વાતાવણમાં પરિવર્તન આવશે. અને ભેજના કારણે વરસાદ પણ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

સરેરાશ તાપમાનમાં થશે વધારો

સાથે જ ગરમી અંગે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં માર્ચથી મે મહિના દરમિયાન સરેરાશ 4થી 6 ડિગ્રી જેટલું તાપમાન વધારો રહેશે  અને સામાન્ય કરતા વધુ ગરમી અનુભવાશે. સાથે જ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વધુ તાપમાન નોંધાશે. તો મે મહિનામાં ધગધગતી ગરમીનો અનુભવ થશે. તો માર્ચ મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 50 ડિગ્રીને આંબે તેવી પણ વકી છે.

ગરમીને કારણે બહાર ન જવા અપીલ

હવામાન વિભાગે સાવચેતીના પગલાં અંગે જણાવ્યું હતું કે આકરી ગરમી પડે ત્યારે લોકોએ બહાર ન નીકળવું જોઈએ. સાથે જ ખેડૂતોએ ગરમીમાં જે પાક સારા થાય તેની ખેતી કરવી જોઈએ તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

અલ નીનોની અસર ન્યૂટ્રલ રહેશે

હવામાન વિભાગ દ્વારા જણાવાવમાં આવ્યું હતું કે આ વર્ષે હાલની પરિસ્થિત જોતા અલ નીનોની અસર ન્યૂટ્રલ રહેશે . નોંધનીય છેકે અલ નીનો વરસાદને ખેંચી જાય છે જ્યારે લા નીનોની પરિસ્થિતિ વરસાદ લાવવા માટે સાનૂકુળ રહે છે. હાલ તો અલ નીનોની પ્રિ મોન્સૂનને લઇને કોઈ નકારાત્મક અસર નથી.

આ વર્ષે ફેબ્રુઆરી માસમાં જ તૂટ્યો ગરમીનો રેકોર્ડ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જ વર્ષ 1901 પછી ફેબ્રુઆરી માસમાં  ગરમીનો રેકોર્ડ તૂટ્યો હતો.  ફેબ્રુઆરી માસમાં  50 વર્ષનો  ગરમીનો રેકોર્ડ ભુજમાં પણ તૂટ્યો હતો.

  •  IMD ના જણાવ્યા પ્રમાણે 1901 પછી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાનો ગરમીનો રેકોર્ડ પણ તૂટ્યો
  • 50 વર્ષ પહેલાનો ભુજનો રેકોર્ડ તૂટ્યો
  • 50 વર્ષ બાદ ભુજમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન રહ્યું
  • 2017માં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
  • 40 ડિગ્રી ઉપર તાપમાન જાય અને વધુ સમય તેટલું તાપમાન રહે ત્યારે હિટવેવ જાહેર કરાય છે

Published On - 3:19 pm, Wed, 1 March 23

Next Article