Cyclone Biparjoy: સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર, સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ

|

Jun 13, 2023 | 2:09 PM

Cyclone Biparjoy Update: તમને જણાવી દઈએ કે આ સિવાય પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહો વસવાટ કરે છે. ત્યારે સિંહોની સલામતી માટે સિંહોના વસવાટવાળા વિસ્તારમાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.

Cyclone Biparjoy: સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર, સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ

Follow us on

Cyclone Biparjoy Update: બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) પગલે હવે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ મોડ પર છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. જેના માટે 21 જેટલા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર, તુલસીશ્યામમાં સિંહો પર વનવિભાગ સતત નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Weather Forecast : આજે Cyclone Biparjoyની આફત વચ્ચે કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ

તમને જણાવી દઈએ કે આ સિવાય પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહો વસવાટ કરે છે. ત્યારે સિંહોની સલામતી માટે સિંહોના વસવાટવાળા વિસ્તારમાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન, ડોકટરની વેટરનરી ટીમ સાથે વન વિભાગ ખડે પગે છે.

પોરબંદરથી માત્ર 290 કિમી દૂર

અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” કાસ્ટસેન્ટ્રલ અને નજીકના ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડુ પોરબંદરથી લગભગ 290 કિમી દૂર છે. દેવભૂમી દ્વારકાથી 300 કિમી અને જૌખા પોર્ટથી 360 કિમી દૂર છે.જ્યારે નલીયાથી 370 કિમી દૂર છે.

8 જિલ્લામાં 6827 લોકોને સલામત સ્થળે ખસેડાયા

સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં 6041 અગરિયા ભાઈબહેનો વસવાટ કરે છે, તેમાંથી 3243 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ

આરોગ્ય વિભાગની સજ્જતા અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ છે.

(ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ, જુનાગઢ)

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:02 am, Tue, 13 June 23

Next Article