પેટા ચૂંટણીમાં ભાજપને હાથના કર્યા હૈયે વાગશે ? માણાવદર અને વિસાવદર બેઠક પર વિપક્ષમાંથી જ ભાજપમાં આવેલા બે ઉમેદવારો વચ્ચે જંગ

|

Mar 21, 2024 | 5:44 PM

ભાજપે જુનાગઢ લોકસભામાં લીડ વધારવા માટે ફરી એકવાર માણાવદરનો ઓપરેશન પાર પાડી અને અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ કર્યા છે. લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી પણ યોજાશે. ત્યારે જવાહર ચાવડાને ટિકિટ આપવી કે અરવિંદ લાડાણીને તેને લઈને પાર્ટીની અંદર પણ વિવાદનો સૂર છેડાયો છે.

પેટા ચૂંટણીમાં ભાજપને હાથના કર્યા હૈયે વાગશે ? માણાવદર અને વિસાવદર બેઠક પર વિપક્ષમાંથી જ ભાજપમાં આવેલા બે ઉમેદવારો વચ્ચે જંગ
BJP

Follow us on

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો પૂરજોશથી ચાલી રહ્યો છે. લોકસભામાં ગુજરાતમાં 26માંથી 26 બેઠકો પર જીત સાથે પાંચ લાખની લીડ મેળવવા માટે ભાજપ દ્વારા વિપક્ષના નેતાઓ માટે લાલજાજમ પાથરી દેવામાં આવી છે. અત્યાર સુધી વિપક્ષના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય કાર્યકર્તાઓએ માંડીને 50,000 લોકો ભાજપમાં જોડ્યા હોવાનો ભાજપનો દાવો છે.

જો કે, આ ભરતી મેળાથી ભાજપને જ હાથના કર્યા હૈયે વાગ્યા હોવાના ઘાટ સર્જાવા જઈ રહ્યો છે. વર્તમાન સમયમાં માણાવદર અને વિસાવદર બંને બેઠકો હાલ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ચૂકી છે, કેમકે આ બંને બેઠકોને જીતવા માટે સમયાંતરે ભાજપે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ભેળવ્યા હતા અને હવે જે નેતાઓએ સામસામે ચૂંટણી લડી હતી એ જ એક જ પક્ષમાં છે અને બંને બેઠકો પર નેતાઓ દાવેદારી પણ કરી રહ્યા છે.

માણાવદરની વાત કરવામાં આવે તો જવાહર ચાવડા આ બેઠક પરથી કોગ્રેસમાંથી ચૂંટણી જીતતા આવ્યા હતા. રૂપાણી સરકાર દરમિયાન તેમણે પક્ષપલટો કર્યો અને વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપમાંથી લડ્યા અને જીત્યા અને રૂપાણી સરકારમાં મંત્રી પણ બન્યા જો કે, વર્ષ 2022ની ચૂંટણીમાં જવાહર ચાવડાની હાર થઈ અને કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણીની જીત થઈ હતી.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

ભાજપે જુનાગઢ લોકસભામાં લીડ વધારવા માટે ફરી એકવાર માણાવદરનો ઓપરેશન પાર પાડી અને અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ કર્યા છે. લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી પણ યોજાશે. જો કે, આ બેઠક પર ભાજપ માટે બંને પક્ષપલટુ ઉમેદવારો દાવેદારી કરી રહ્યા છે ત્યારે જવાહર ચાવડાને ટિકિટ આપવી કે અરવિંદ લાડાણીને તેને લઈને પાર્ટીની અંદર પણ વિવાદનો સૂર છેડાયો છે.

બીજી તરફ વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પણ જુનાગઢ લોકસભાને મજબૂત કરવા માટે ભુપત ભાયાણીને ભાજપમાં ભેળવવામાં આવ્યા જો કે વર્ષ 2022માં ભાજપમાંથી હર્ષદ રીબડીયાએ ચૂંટણી લડી હતી ત્યારે એક સમયે હર્ષદ રીબડીયા અને ભુપત ભાયાણી આમને સામને ચુંટણી લડ્યા હતા. અહીં એ સમજવું પણ જરૂરી છે કે વર્ષ 2022 માં વિસાવદર બેઠક જીતવા માટે કોંગ્રેસમાંથી હર્ષદ રીબડીયાને ભાજપમાં લાવવામાં આવ્યા હતા.

જોકે હર્ષદ રીબડીયાની હાર થઈ અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાંથી છેડો ફાડીને ગયેલા ભુપત ભાયાણીની જીત થઈ. જો કે આ જીતને ભાજપ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી અને ભુપત ભાયાણીને ડિસ્કવોલીફાય કરવા ઇલેક્શન પિટિશન કરાઇ હતી. પરંતુ લોકસભાની ચૂંટણી આવતા આવતા ભુપત ભાયાણી ભાજપમાં પાછા આવી ગયા ત્યારે વિસાવદર બેઠક પરથી ભુપત ભાયાણીને ભાજપ ટિકિટ આપવાનો મન બનાવી રહી છે. જોકે હર્ષદ રીબડીયાએ ચૂંટણી પિટિશન પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો છે કેમકે તેમને પણ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડવી છે ત્યારે આ બંને બેઠકોમાં હાલમાં તો ભરતી મેળો એ ભાજપ માટે દુખાવાનું કારણ બની રહ્યું છે.

જુનાગઢ લોકસભા માટે ભાજપનો પેચ ફસાયો

જુનાગઢ લોકસભાને લઈને હજુ પણ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જુનાગઢ લોકસભામાં ભાજપનો પેચ ફસાયો છે જ્યાં એક તરફ ભાજપ આ બેઠક પર નો-રિપીટ થિયરી અપનાવવાની ફિરાકમાં છે ત્યાં બીજી તરફ કોળી સમાજના પ્રભુત્વ વાળી બેઠક હોવાને કારણે હજુ ભાજપને નવો ચહેરો મળ્યો નથી. ભાજપ નવા ચહેરાની મથામણમાં છે.

બીજી તરફ જુનાગઢ લોકસભામાં આવતી બે વિધાનસભા એવી છે કે જે ભાજપ માટે હાલમાં માઇનસમાં જઈ રહે છે જેમાંની એક બેઠક ગીર સોમનાથ કે જે કોંગ્રેસ પાસે છે જ્યારે કે બીજી બેઠક વિસાવદર જે આમ આદમી પાર્ટી પાસે હતી અને હવે ભુપત ભાયાણી આપણો છેડો છોડી ભાજપમાં આવી ગયા છે. જો કે આ બેઠકની પેટા ચૂંટણી પેન્ડિંગ છે ત્યારે હર્ષદ રીબડીયા હોય કે ભુપત ભાયાણી બંનેને આ બેઠક પરથી ચૂંટણી લડવી છે ત્યારે આ બેઠકનો જો આંતરિક વિવાદ પૂર્ણ કરવામાં નહીં આવે તો જુનાગઢ લોકસભા માટે ભાજપ માટે કપરા ચઢાણ છે.

મનસુખ માંડવીયાએ જાહેર મંચ પરથી અરવિંદ લાડાણીને જીતાડવા કરી અપીલ જવાહર ચાવડા થશે નારાજ ?

મનસુખ માંડવીયાએ પોરબંદરમાં ભાજપના ઉમેદવાર તરીકે પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે ગઈકાલે વંથલી વિસ્તારમાં પ્રચાર કરતા તેમણે પોતાને મત આપવાની સાથે અરવિંદ લાડાણી માટે પણ મતદાન કરવાની અપીલ કરી દીધી. જો આ અપીલ ભાજપના કોઈ જિલ્લાના નેતાએ કરી હોત તો તેનો એટલો મહત્વ ન હતું, પરંતુ ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તથા ભાજપના ઉમેદવાર તેમજ સિનિયર નેતા જ્યારે જાહેર મંચ ઉપરથી અરવિંદ લાડાણીનું નામ લેતા હોય એનો મતલબ એ છે કે ભાજપ માણાવદર પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણીને ચૂંટણીના મેદાને ઉતારશે.

એટલે કે કોંગ્રેસમાંથી જ આવેલા જવાહર ચાવડા ને ભાજપમાં હવે કોરાણે મૂકી દેવામાં આવશે એ જ કારણ છે કે જવાહર ચાવડા છેલ્લા કેટલાય સમયથી ભાજપના કોઈપણ રાજકીય મંચ પર જોવા મળ્યા નથી ત્યારે જવાહર ચાવડા નારાજ હોય તેવી પણ વાતો વહેતી થઈ છે. અરવિંદ લાડાણીને ભાજપમાં જોડાયા ત્યારે પણ મંચ ઉપર જવાહર ચાવડા ગેરહાજર હતા.

તો પોરબંદરના પ્રચારમાં પણ જવાહર ચાવડાએ અંતર બનાવીને રાખ્યું છે. ત્યારે જોવાનું એ છે કે નારાજ જવાહર ચાવડાને ભાજપ કેવી રીતે મનાવશે. શું પોરબંદરની ચૂંટણી દરમિયાન જવાહર ચાવડા અને મનસુખ માંડવીયા એક મંચ ઉપર દેખાશે કે નહીં કે પછી જવાહર ચાવડા કોઈ નવાજૂની કરશે કારણ કે જવાહર ચાવડા નારાજ હોય તેવા સૂર છેલ્લા કેટલા સમયથી પાર્ટીમાં સાંભળવા મળી રહ્યા છે.

Next Article