Junagadh: ભવનાથ નજીક ગિરનારના જંગલમાં પ્રેમીએ કરી ગર્ભવતી પ્રેમિકાની હત્યા, જાણો શું હતું કારણ?

|

Feb 12, 2022 | 12:08 PM

રાજકોટની ગર્ભવતી યુવતીની જૂનાગઢના ભવનાથ નજીક ગિરનારના જંગલમાં ચકચારી હત્યા કરવામાં આવી છે, લીવ ઈન રીલેશનમાં રહેતી યુવતીને દર્શન કરવા જવાનું કહી ગિરનારના જંગલમાં લઈ જઈ ત્યા હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે

Junagadh: ભવનાથ નજીક ગિરનારના જંગલમાં પ્રેમીએ કરી ગર્ભવતી  પ્રેમિકાની હત્યા, જાણો શું હતું કારણ?
જૂનાગઢના ભવનાથ નજીક ગિરનારના જંગલમાંથી એક યુવતીની લાશ મળી આવી.

Follow us on

રાજકોટની ગર્ભવતી યુવતીની જૂનાગઢના ભવનાથ નજીક ગિરનારના જંગલમાં ચકચારી હત્યા કરવામાં આવી છે. લીવ ઈન રીલેશનમાં રહેતી યુવતીના આડા સંબંધના કારણે હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. વધુ એક પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.

જૂનાગઢ (Junagadh) ના ભવનાથ નજીક ગિરનાર(Girnar)ના જંગલમાંથી એક યુવતીની લાશ મળી આવી છે. આ યુવતીની હત્યા કરી નાખી હોવાનું અને તે રાજકોટની ઉર્મિલા નામની યુવતી હોવાનું ખુલ્યું છે. રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી.

છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઇ વિવાદ ચાલતો હતો. તેવામાં મનસુખે પોતાના મનમાં પ્રેમિકા (girlfriend) ઉર્મિલાની હત્યા કરવાનો પ્લાન કરી લીધો હતો. આ પ્લાનને અંજામ આપવા માટે તેણે ઉર્મિલા સામે ભવનાથ (Bhavnath) નજીક ગિરનારના જંગલ (forest) માં એક ધાર્મિક જગ્યા પર દર્શન કરવા જવાનું જણાની જૂનાગઢ જવાનું નક્કી કર્યું હતું. બંને ગત આઠ તારીખે જૂનાગઢ આવ્યા હતા અને ત્યાંથી ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી મનસુખ જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો. ત્યાં સુમસામ ગજ્યા પર છરીના ઘા મારી મનસુખે ઉર્મિલાની હત્યા કરી નાખી હતી અને પોતે પાછે રાજકોટ આવી ગયો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હત્યા કર્યા બાદ મનસુખ પોતે એકલો જોવા મળતો હતો જેથી ઉર્મિલાના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેની માતાએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી. જેના આધારે રાજકોટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સની મદદ લઈને મનસુખનું લોકેશન મેળવી તેની પુછપરછ કરી હતી.

પૂછપરછ દરમ્યાન ઉર્મિલાની જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. જેથી રાજકોટ પોલીસ જૂનાગઢ આવી હતી અને જૂનાગઢ પોલીસની મદદ મેળવી ભવનાથ વિસ્તારમાં જંગલોમાં મૃતદેહની શોધખોળ કરી અને મનસુખે હત્યા વાળી જગ્યા બતાવી જયાં ઉર્મિલાનો મૃતદેહ પડ્યો હતો.

મૃતદેહનો એક હાથ દીપડો ખાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી પોલીસે મૃતક ઉર્મિલાની માતાની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી આરોપી મનસુખની ધરપકડ કરી લીધી છે. એક તરફ ભવનાથના જંગલ વિસ્તારમાં ઉર્મિલાના મૃતદેહની બાજુમાં સિંહો ગર્જના કરતા હતા અને પોલીસે મહામહેનતે મૃતદેહને જંગલમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડાયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો આરોપી મનસુખ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે અને પાસામાં જેલની હવા ખાઇ આવ્યો છે. મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad: કાંકરિયા તળાવમાં હોરર હાઉસમાં આગ લાગી, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન, જાણો કેટલુ નુકસાન થયુ

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 95 ડોલર નજીક પહોંચી, જાણો તમારા શહેરમાં આજે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે?

Next Article