Election Results 2021: ભાજપની અભૂતપૂર્વ જીત પર જેપી નડ્ડાની ટ્વિટ, ગુજરાતના લોકોનો માન્યો આભાર

|

Oct 05, 2021 | 4:40 PM

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી) ની ચૂંટણીમાં પાર્ટીની જીત બદલ ગુજરાતના લોકોનો આભાર માન્યો.

Election Results 2021: ભાજપની અભૂતપૂર્વ જીત પર જેપી નડ્ડાની ટ્વિટ, ગુજરાતના લોકોનો માન્યો આભાર
JP Nadda thanks people of Gujarat for BJP's victory in Gandhinagar Municipal Corporation elections

Follow us on

ગાંધીનગર મહાનગર પાલિકાના (Gandhinagar Municipal Corporation) 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેની આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપે 41 બેઠકો પ્રાપ્ત કરીને મહાનગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ છે. ત્યારે બીજી તરફત સુરત મહાનગરપાલિકામાં સારો દેખાવ કરી ચૂકેલ આમ આદમી પાર્ટીને ગાંધીનગર મહાનગરપાલિકામાં માત્ર એક જ બેઠક મળી છે.

આ જીત બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ (JP Nadda) મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી) ની ચૂંટણીમાં પાર્ટીની જીત બદલ ગુજરાતના લોકોનો આભાર માન્યો હતો. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના વડા સી.આર.પાટિલને પાર્ટીના કાર્યકરો સાથે અભિનંદન પાઠવ્યા છે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

જેપી નડ્ડાએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવતા લખ્યું કે “ગુજરાત સ્થાનિક સંસ્થાની ચૂંટણી અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી છે. સતત સમર્થન અને આશીર્વાદ માટે ગુજરાતના લોકોનાનો હું આભાર માનું છું, અને અભૂતપૂર્વ જીત બાળા મુખ્યમંત્રી @Bhupendrapbjp તેમજ પ્રદેશ પ્રમુખ @CRPaatil અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું.”

આમ આદમી પાર્ટી (AAP) ની એન્ટ્રી બાદ આ વર્ષે ત્રિ-પક્ષીય હરીફાઈ હોવા છતાં, સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી ભાજપ GMC માં આગળ રહ્યું હતું, આખરે કોંગ્રેસ અને AAP ને જંગી અંતરથી હરાવ્યા. તમને જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા જાહેર કરાયેલા અંતિમ આંકડાઓ અનુસાર, GMC ની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 41, કોંગ્રેસને બે અને આપને એક બેઠક મળી છે.

તો જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામોમાં કુલ 8 બેઠકોમાંથી ભાજપને 5 બેઠક મળી છે. જયારે અન્ય 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. જેમાં કરંજવેલ, વાંઘરોલી, નાંદોજ, નાંદેજ, રૂમલા બેઠક ભાજપે જીતી છે. જયારે શિવરાજપુર, સાણંથલી, ગોવિંદપરા બેઠક કોંગ્રેસે જીતી લીધી છે.

જ્યારે વાત કરવામાં આવે તાલુકા પંચાયતની તો તાલુકા પંચાયતની કુલ 48 બેઠકમાંથી ભાજપને ફાળે 28 બેઠકો આવી છે. જયારે કોંગ્રેસના ફાળે 14, અપક્ષને 2 અને અન્યને 1 બેઠક મળી છે. 3 બેઠકો પર ચૂંટણી રદ થઇ છે.

દેવભૂમિ -દ્વારકા જિલ્લામાં ઓખા અને ભાણવડ અને બનાસકાંઠા જિલ્લામાં થરા નગરપાલિકાની પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. થારામાં ભાજપે 24 માંથી 20 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર ચાર બેઠકો મળી હતી. ભાજપે 36 માંથી 34 બેઠકો જીતીને ઓખા નગરપાલિકા જાળવી રાખી હતી, જ્યારે બે બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી.

જોકે, ભાજપને ઝટકો આપતા ભાણવડમાં કોંગ્રેસે 24 માંથી 16 બેઠકો જીતીને વિજય મેળવ્યો હતો. ભાણવડમાં 1995 થી સત્તામાં હોવા છતાં ભાજપ આ વખતે માત્ર આઠ બેઠકો જીતવામાં સફળ રહ્યું.

 

આ પણ વાંચો: ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ-આપનો સફાયો

આ પણ વાંચો: સ્થાનિક પેટા ચૂંટણીના પરિણામો જાહેર, કયાં ભાજપની થઇ જીત ? કયાં કોંગ્રેસના સૂપડા થયા સાફ ? તમામ પરિણામો પર એક નજર કરો

Next Article