સમગ્ર રાજ્યમાં દરિયા કિનારા ધરાવતા જીલ્લાઓમાં તમામ સુરક્ષા એજન્સીઓની સંયુકત કવાયત અંતર્ગત ઓપરેશન સાગર સુરક્ષા કવચ 11 અને 12 એપ્રિલના 48 કલાક ચાલશે. બે દિવસ સુધી કચ્છથી વલસાડના દરીયાકાંઠાના 12 જીલ્લામાં તમામ સુરક્ષા એજન્સીઓ સંયુકત કવાયત યોજાશે. ત્રણ વર્ષ બાદ ફરી દરીયામાં તથા કિનારાના વિસ્તારોમાં તમામ સુરક્ષા એજન્સીઓ દ્રારા ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજાશે.
ગુજરાત રાજય સૌથી લાંબો 1600 કિમીનો દરીયા કાંઠો ધરાવે છે. રમણીય લાગતો દરીયાકિનારો સુરક્ષાની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે. ભુતકાળમાં બનેલી અનેક ઘટનાઓએ તે સાબિત કર્યુ છે. જેમાં 1992માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો જે માટે ગુજરાતના દરીયાઈ માર્ગનો ઉપયોગ થયો છે. તેથી ફરી આવા બનાવો નહીં બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે.
26-11 ના હુમલા બાદ દરીયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહી હોવાનુ એક કારણ સામે આવ્યુ હતુ. જે બાદથી કોસ્ટગાર્ડ દ્રારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મોટી કવાયત કરવામાં આવે છે. જેમાં ડમી હથિયારો સાથે ડમી આંતકીઓ ક્યાં લેન્ડીંગ પોઈન્ટ, દરીયા કાંઠે, કે જાહેર સ્થળે પહોચી શકે છે. જેને રોકવામાં સુરક્ષા જવાનોને ટાસ્ક આપવામાં આવે છે.
જેમાં નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, IB,રો, પોલીસ સહીતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાશે. દરીયાની અંદર, દરીયા કાંઠે, તેમજ દરીયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે હથિયાર લઈને પહોચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોક ડ્રિલ યોજાશે.આ દરમ્યાન જવાનો ડમી આંતકીને પકડવામાં સફળ થયા તો ઈનામ માટે રૂપિયા 100 આપવામાં આવે છે. પરંતુ જો સુરક્ષામાં ચુક સામે આવે તો તે એજન્સી કે સુરક્ષા જવાનને વધુ સર્તક રહેવા માટે ઠપકો મળે છે.
26-11 ના હમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ અને નિષ્ણાંતોએ મત રજુ કર્યુ કે તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે કાયમ સંકલન જળવાય રહે તે જરૂરી છે. તે માટે ખાસ અભ્યાસ કવાયત માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચ વર્ષમાં બે વખત યોજવામાં આવે છે. પરંતુ કોરોના કાળમાં આ શકય નહીં બનતા આ વખતે ત્રીજા વર્ષે ઓપરેશન સાગર સુરક્ષા કવચ અમલી થયુ છે.
દરીયા સુરક્ષા માટે અનેક એજન્સીઓ કાર્યરત છે. ઓપરેશન સાગર સુરક્ષા કવચની કમાન કોસ્ટગાર્ડને આપવામાં આવી છે. જે તેના જવાનોને યુનિફોર્મ વગર 12 જીલ્લાઓમાં કોઈ પણ સ્થળે, 48 કલાકમાં કોઈ પણ સમયે હથિયાર સાથે મોકલે છે. જેને જાહેર સ્થળો કે આપેલા ટાર્ગેટ પોઈન્ટ સુધી પહોચે તે પહેલા અટકાવવા સુરક્ષા એજન્સીઓ અને જવાનો કેટલા સર્તક અને સફળ રહે છે તેની મોકડ્રીલ યોજાય છે.
આ પણ વાંચો : કિરણ રિજિજુનું પોરબંદરમાં નિવેદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પનાને જન્મ આપ્યો
ગુજરાત રાજયમાં જે જીલ્લાઓમાં દરીયા કાંઠો આવેલો છે. તે તમામ જીલ્લાઓમાં એક સાથે બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચની કવાયત થાય છે. જેમાં કચ્છ, મોરબી,જામનગર, દેવભુમિદ્રારકા, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત. નવસારી, વલસાડ, ભરૂચ જીલ્લાઓમાં સાગર સુરક્ષા કવાયતનું આયોજન કરાયું છે.
દરીયા કિનારાની સાથે અનેક નાના-મોટા ટાપુઓ ગુજરાતમાં આવેલ છે. જેમાં કેટલાક ટાપુઓ પર માનવ વસાહત છે. કેટલાક નિર્જન ટાપુઓ છે. જયા કોઈ લોકોની અવર-જવર થતી નથી. ઓપરેશન વખતે સુરક્ષા એજન્સીઓ આવા ટાપુઓની ખુણે-ખુણાની ચકાસણી કરતી હોય છે. આમ દેસની સુરક્ષાને ધ્યાને રાખી બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચ આગની સમય માટે આશીર્વાદ સમાન બની રહે છે.
Published On - 8:11 am, Tue, 11 April 23