
મનુષ્યોની દોસ્તીના તો અનેક કિસ્સા સાંભળવા મળે છે પરંતુ પ્રાણીઓની દોસ્તી વિશે ભાગ્યે જ કશુ લખાય છે. આજે આવા જ બે સિંહની દોસ્તીની વાત કરવી છે. જેઓ એકસાથે જન્મ્યા અને જીવ્યા ત્યા સુધી સાથે રહ્યા. ગીરના જંગલમાં જય-વિરુની આ જોડી વિશે ભાગ્યે જ કોઈને ન ખબર હોય એવુ બને. આ સાવજોની દોસ્તીને નજરે નિહાળનારા કહે છે કે આ બંને સાવજની જોડી એટલે 1975માં આવેલી રમેશ સિપ્પીની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેની જય-વિરુની રિયલ જોડી. આથી જ તેમને જય-વિરુ નામ આપવામાં આવ્યા હતા. ગીરના જય વિરુ બંને હંમેશા સાથે જ રહેતા અને જંગલનો અન્ય કોઈ સિંહ જો જય કે વિરુ પર હુમલો કરે તો બંને એકબીજાને બચાવવા દોડી જતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગીરની મુલાકાત લીધી ત્યારે ડેડકડી વિસ્તારમાં જ તેમને આ જયવિરુની જોડી મળી ગઈ હતી. આ બંનેને જોઈને પીએમ મોદીએ તેમની ફોટોગ્રાફી કરી હતી અને તેઓ પણ આનંદમાં આવી ગયા હતા કે ગીરના આ બે ભાઈબંધોના દર્શન આટલા જલદી થઈ ગયા. સિંહ ...
Published On - 4:02 pm, Sun, 3 August 25