જામનગર જીલ્લામાં 80 જેટલા સ્થળોથી હજારો લોકોએ ખોડલધામ પાટોત્સવ લાઈવ નિહાળ્યો

જામનગર શહેરમાં 12 સ્થળોએ, તાલુકામાં 22 સ્થળો સહીત કુલ જીલ્લામાં 80 જેટલા સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે-તે સોસાયટી, શેરી અને સમાજની વાડીમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયાં પણ માં-ખોડલના મંદિર આવેલા છે.

જામનગર જીલ્લામાં 80 જેટલા સ્થળોથી હજારો લોકોએ ખોડલધામ પાટોત્સવ લાઈવ નિહાળ્યો
Thousands of people from 80 places in Jamnagar district watched Khodaldham Patotsav live
| Edited By: | Updated on: Jan 21, 2022 | 4:01 PM

21 જાન્યુઆરીનો (21 JANUARY 2022) દિવસ માં-ખોડલના ભકતો અને ખાસ પાટીદાર સમાજ માટે ખુબ જ વિશેષ ગણાય છે. કાગવડમાં આવેલા ખોડલધામનો (Khodaldham) પાટોત્સવનો (Patotsav) દિવસ. જયાં દર વર્ષે 21 જાન્યુઆરીએ લાખો લોકો આવતા હોય. પરંતુ આ વરસે કોરોનાના કારણે કેટલીક મર્યાદાઓ હોવાથી અનેક ભકતો ત્યાં જઈ ના શકયા. પરંતુ આયોજકો ભકતો માટે અને પાટીદાર પરીવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે-તે સ્થળેથી લોકો કાર્યકમ લાઈવ (Live program) નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

આખા વિશ્વમાં કુલ 10 હજારથી વધુ જગ્યાએ સ્થાનિક કક્ષાએથી લોકો કાર્યકમને લાઈવ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં જામનગર (Jamnagar) જીલ્લામાં કુલ 80થી વધુ સ્થળો પર લાઈવ કાર્યકમો નિહાળવા માટેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ સમિતિના જીલ્લાના કન્વીનર વલ્લભભાઈ મુંગરાએ જણાવ્યું કે આ વખતે પોતાની શેરી, સોસાયટી કે ગામમાં રહીને લોકો લાઈવ કાર્યકમ નિહાળી શકે તે માટેનું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેમાં જામનગર શહેરમાં 12 સ્થળોએ, તાલુકામાં 22 સ્થળો સહીત કુલ જીલ્લામાં 80 જેટલા સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે-તે સોસાયટી, શેરી અને સમાજની વાડીમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયાં પણ માં-ખોડલના મંદિર આવેલા છે. ત્યાં એક જ સમયે એક સાથે માતાની આરતી કરવામાં આવી. લાઈવ નિહાળવા માટે મોટી એલઈડી સ્કીન , લાઉડસ્પીકર, બેઠક વ્યવસ્થા સહીતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જગ્યાએ લાપસીનો પ્રસાર પણ ભકતોને આપવામાં આવ્યો.

જામનગરના વિભાપર ગામમાં પટેલ સમાજની વાડીમાં રાખેલ લાઈવ કાર્યકમમાં રાજયના કૃષિમંત્રી અને પટેલ સમાજના અગ્રણી રાઘવજી પટેલ જોડાયા હતા. ત્યાં માં ખોડલની આરતી કરી હતી. કાગવડ ખોડલધામએ લાખો ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. અને આજનો દિવસ માં-ખોડલના ભકતો માટે ખુબ જ મહત્વનો ગણાય છે. પાંચમા પાટોત્સવમાં લોકો લાઈવ કાર્યકમ નિહાળીને ઉજવણી કરી. પાટીદારોએ ઘરે રંગોળી બનાવી તોરણ લગાવ્યા. સાથે અનેક સોસાયટીને સુશોભીત કરીને આસ્થાભેર આ દિવસની ઉવજણી કરી.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં શિયાળામાં પણ ભુવા પડવાની સિઝન શરૂ, 48 કલાકમાં બે મોટા ભુવા પડ્યા

આ પણ વાંચો : સુરતઃ ડ્રેનેજની કામગીરી દરમિયાન માટી ધસી પડવાની ઘટનામાં દટાયેલા યુવક મોત, જુઓ દુર્ઘટનાનો વીડિયો