Jamnagar: જામનગરને ટીબી મુક્ત કરવા યોજાયો વર્કશોપ, TBના કેસમાં 40%નો નોંધાયો ઘટાડો

|

Jul 27, 2023 | 11:57 PM

Jamnagar: જામનગર જિલ્લાને ટીબી મુક્ત કરવા જિલ્લા પંચાયત કચેરી ખાતે ટીબીમુક્ત પંચાયત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોને કારણે જામનગર જિલ્લામાં TBના કેસમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Jamnagar: જામનગરને ટીબી મુક્ત કરવા યોજાયો વર્કશોપ, TBના કેસમાં 40%નો નોંધાયો ઘટાડો

Follow us on

Jamnagar: ટીબી જેવી બીમારી અંગે જાગૃતતા લાવવા તેમજ ટીબી મુક્ત પંચાયત બને તે માટે ખાસ વર્કશોપનું આયોજન કરાયુ. જિલ્લા પંચાયત કચેરી જામનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં ટીબી મુક્ત પંચાયત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ.પ્રેમકુમાર કન્નર દ્વારા ટીબી મુક્ત પંચાયતની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

જિલ્લાને ટીબી મુક્ત કરવા આરોગ્યવિભાગ દ્વારા સઘન પ્રયાસ

જિલ્લાને ટીબી મુક્ત કરવાના હેતુસર યોજાયેલ આ વર્કશોપમાં ટીબીના દર્દીઓને વહેલાસર શોધવા, ટીબીના દર્દીઓ ટીબીની દવાનો કોર્સ પુર્ણ કરે તેની તકેદારી રાખવી, સમાજમાંથી ટીબીની ગેરમાન્યતઓ દુર કરવી,ટીબી નાબુદ કરવા માટે જન સમુદાયની ભાગીદારી વધારવી, ટીબીના દર્દીને ન્યુટ્રીશન સપોર્ટ આપવા માટે નીક્ષય મિત્ર બનાવવા વગેરે મુદે વિસ્તૃત ચર્ચાઓ કરવામા આવી હતી. જેમાં સરપંચઓ, ગ્રામ પંચાયતના સભ્યો, જન પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, તલાટી મંત્રીઓ, ધાર્મિક નેતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો વગેરેને પણ સાથે લઈ ટીબી નાબુદી અંગે કામ કરવા પર ભાર મુકાયો હતો.

જિલ્લામાં ટીબીના કેસ 40 ટકા ઘટ્યા

જીલ્લામાં ટીબીના રોગમાં અંદાજે 40 ટકા જેટલો ઘટાડો થયો છે. તે અંગે રાજયના આરોગ્યમંત્રી દ્રારા જામનગર જીલ્લાના આરોગ્ય વિભાગની કામગીરીને બીરદાવવામાં આવી હતી. આ વર્કશોપમાં વિશ્વ ક્ષય દિવસ એટલે કે 24 માર્ચ-2023 ના દિવસે વડાપ્રધાન દ્વારા ‘THE TB મુક્ત પંચાયત પહેલ’ શરૂ કરવામાં આવેલ છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

જામનગર જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો સિલ્વર મેડલ એનાયત

આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોને કારણે જામનગર જિલ્લામાં ટીબીના કેસોમાં 40% નો જેટલો ઘટાડો નોંધાયો છે. જે માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જામનગર જિલ્લાને રાષ્ટ્રિય કક્ષાનો સિલ્વર મેડલ અવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.  આ સિલ્વર મેડલ હાંસલ કરનાર ગુજરાત રાજ્યના 3 જિલ્લામાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે.

આ પણ વાંચો : Jamnagar: રાજ્યકક્ષાના વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ, 266 માછીમાર અને 42 નાગરિક પાકિસ્તાનની જેલમાં કેદ

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત જામનગર જિલ્લામાં ન્યારા એનર્જી લી. દ્વારા ટીબીના દર્દીને પોષણયુક્ત આહાર માટેની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વર્કશોપમાં તમામ સમિતિઓના ચેરમેનઓ અને સદસ્યઓ, તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:50 pm, Thu, 27 July 23

Next Article