ધોર કળિયુગ, જામનગરમાં પુત્રએ પિતાને ખાટલા પર બાંધીને હત્યા કરી, પુત્ર પત્નિને લઈને ફરાર

|

Feb 26, 2023 | 8:31 PM

જામનગરમાં કળયુગી પુત્રએ પિતાની હત્યા કરીને ફરાર થયો. વૃધ્ધ પિતાને તેના ખાટલા પર હાથ-પગ બાંધીને દોરી વડે ટુંપો આપીને પુત્રએ જ પિતાની હત્યા કરી. યુવાનને ચોરી કરવાની ટેવ હોવાથી પિતાએ ઠપકો આપતા પત્ની સાથે મળીને પુત્રે જ પિતાની હત્યા કરી. હત્યા કરીને દંપતિ ફરાર થયા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલ વિસ્તારમાં આવેલા સરદાર નગર શેરી નંબર 7માં રહેતા વૃધ્ધની બાંધેલી હાલતમાં લાશ મળી

ધોર કળિયુગ, જામનગરમાં પુત્રએ પિતાને ખાટલા પર બાંધીને હત્યા કરી, પુત્ર પત્નિને લઈને ફરાર
Jamnagar Murder

Follow us on

જામનગરમાં કળયુગી પુત્રએ પિતાની હત્યા કરીને ફરાર થયો. વૃધ્ધ પિતાને તેના ખાટલા પર હાથ-પગ બાંધીને દોરી વડે ટુંપો આપીને પુત્રએ જ પિતાની હત્યા કરી. યુવાનને ચોરી કરવાની ટેવ હોવાથી પિતાએ ઠપકો આપતા પત્ની સાથે મળીને પુત્રે જ પિતાની હત્યા કરી. હત્યા કરીને દંપતિ ફરાર થયા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલ વિસ્તારમાં આવેલા સરદાર નગર શેરી નંબર 7માં રહેતા વૃધ્ધની બાંધેલી હાલતમાં લાશ મળી. 55 વર્ષીય શંકરદાસ ભુધરદાસની તેના ઘરમાં ખાટલા સાથે બાંધેલી હાલમતાં લાશ મળી. પરીવારજનોને જાણ થતા પોલિસને જાણ કરવામાં આવી. પોલિસ લાશનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યુ કે જે પુત્ર સાથે તે પોતાની પત્ની સાથે ફરાર થયો છે. જેને પિતા સાથે મતભેદ ચાલતા હતા. મૃતકના ચોથા નંબરના પુત્ર અનિલે પોતાના પોતાના ભાઈ અને ભાભીએ પિતાની હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.

શંકરદાસની પત્નિ પુત્ર અને પતિથી અલગ રહે છે

શંકરદાસ એક હાથના હતો. શંકરદાસને પાંચ પુત્રો છે. પરંતુ તેના ચાર પુત્રો અલગ-અલગ જગ્યાએ રહે છે. શંકરદાસની પત્નિ પુત્ર અને પતિથી અલગ રહે છે. મરણ જનાર શંકરદાસ તેના ત્રીજા નંબરના પુત્ર સુનિલ અને તેની પત્નિ સુનૈના સાથે રહેતા હતા. શંકરદાસના અન્ય ચાર પુત્રો અને તેની પત્નિ શાંતિદેવી સરદારનગર આસપાસના વિસ્તારમાં રહે છે. સુનિલ સાથે પિતાને મતભેદ ચાલતા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પિતાને હાથ પગ બાંધીને ખાટલાની દોરીથી ગળે ટુંપો દીધો

સુનિલ ચોરી કરવાની આદત હોવાથી તેના પિતાએ ઠપકો આપતા. તેના પર ચોરીના ગુના નોંધાયેલ છે. પિતાને હાથ પગ બાંધીને ખાટલાની દોરીથી ગળે ટુંપો લઈને તેની હત્યા કરવામાં આવી. પુત્ર તેની પાસે પત્નિ સાથે હાલ ફરાર છે. જેને શોધવા  પોલીસ  તપાસ શરૂ કરી છે.

ત્રીજા નંબરનો પુત્ર સુનિલ અને તેની પત્નિ સુનૈના ફરાર હોવાની જાણ

સવારે જયારે શંકરદાસના પત્નિ શાંતિદેવીને તેમના પૌત્રએ તેના દાદા વિશે પુછયુ ત્યારે દાદાને શોધવા નાના ભુલકા ગયા પરંતુ ગાય મળ્યા નહી, તેમનો રૂમ બંધ હતો અને તેની જાણ દાદીને કરી રૂમ ખોલતા માલુમ પડયુ કે તે બાંધેલી હાલત છે. અને શ્વાસ પણ જતા રહ્યા છે. માતાએ અન્ય પુત્રોને જાણ કરીને બોલાવ્યા. ત્યારે ત્રીજા નંબરનો પુત્ર સુનિલ અને તેની પત્નિ સુનૈના ફરાર હોવાની જાણ થઈ.

સુનિલના નાના ભાઈ અનિલે પોલિસમાં મોટાભાઈ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. મુળ બંગાળી પરિવાર કેટલાક વર્ષોથી જામનગરમાં વસવાટ કરતા શંકરદાસે પુત્રને ઠપકો આપતા પુત્ર જ પિતાની હત્યા કરીને ફરાર થયો છે. હાલ પોલિસ આરોપીને શોધવા દોડધામ કરી છે.

Next Article