Jamnagar : કાલાવડમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2 ઇંચ થી વધુ વરસાદ ખાબકતા ફલકુ નદીમાં ઘોડાપૂર

|

Jun 15, 2022 | 8:12 AM

કાલાવડ શહેરમાં (Kalavad City) ગઈ કાલે સાંજે 6 થી 8 એમ બે કલાકમાં 2 ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો.જેને કારણે જાહેર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

Jamnagar : કાલાવડમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2 ઇંચ થી વધુ વરસાદ ખાબકતા ફલકુ નદીમાં ઘોડાપૂર
Rain in jamnagar district

Follow us on

રાજ્યના(Gujarat)  વિવિધ જિલ્લા અને તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) નોંધાયો છે ત્યારે ગઈ કાલે પણ રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી હતી.કાલાવડ શહેરમાં (Kalavad City) ગઈ કાલે સાંજે 6 થી 8 એમ બે કલાકમાં 2 ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો.જેને કારણે જાહેર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.આ સાથે જ ગ્રામય વિસ્તારો સરવાણીયા,મકરાણી સણોસરા, જાલણસર સહિતના ગામોમાં ભારે વરસાદને પગલે ફલકું નદી માં ઘોડાપુર આવ્યું હતુ.

રાજયના ખેડૂતો માટે સારા સમાચાર

વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા રાજયના ખેડૂતો(Farmer)  માટે સારા સમાચાર છે.આગામી દિવસોમાં ચોમાસું (Monsoon) સમગ્ર રાજ્યમાં પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં ચોમાસાની જમાવટ થશે અને રાજયમાં 16 અને 17 જૂને સારો વરસાદ પડશે તેવી સંભાવના છે.ઉપરાંત અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે શહેરમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી (Thunderstorm Activity) પણ જોવા મળશે.

રાજ્યમાં જામતા ચોમાસા (Monsoon)વચ્ચે માછીમારોને (Fishermen) 14થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15 જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર (Bhavnagar ) વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી અહીં 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

રાજ્યમાં જામી રહ્યો છે વરસાદી માહોલ

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.તેમજ રાજ્યના 50 તાલુકામાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો.જિલ્લાવાર વરસાદની વાત કરીએ તો રાજકોટમાં(Rajkot) પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.સેન્ટ્રલ રાજકોટમાં પોણો ઇંચ અને પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જેને લઇ ઠેર ઠેર પાણી ભરાયા હતા.તો નીચાણવાળી સોસાયટીઓમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેને લઇ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Next Article