જામનગર શહેરમાં આંગણવાડીઓની દયનીય હાલત, એક છત નીચે 2થી 5 આંગણવાડીઓ સાથે ચાલે છે

|

Feb 23, 2022 | 11:49 AM

સરકાર દ્વારા આંગણવાડી માટે વિવિધ પ્રકારની સવલતો, સાધનો, રમકડા , અનાજ, ઉપકરણો સહીતની વ્યવસ્થા આપવામાં આવે છે. પરંતુ એક હોલમાં ચાલતી સામુહિક આંગણવાડીના કારણે આવા સાધનો, રમકડા સહીતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.

જામનગર શહેરમાં આંગણવાડીઓની દયનીય હાલત, એક છત નીચે 2થી 5 આંગણવાડીઓ સાથે ચાલે છે
Poor condition of Anganwadis in Jamnagar city

Follow us on

જામનગર શહેરમાં (Jamnagar) આંગણવાડીની હાલત દયનીય બની છે. આંગણવાડી (Anganwadi)માટે જગ્યા નથી, તો કયાંક ભાડાની જગ્યામાં, કયાંક એક સાથે 2 કે તેથી વધુ આંગણવાડી, અથવા કોમ્યુનિટી હોલમાં એક સાથે અનેક આંગણવાડી ચાલે છે. એ પણ કામચલાઉ નહીં પરંતુ વર્ષોથી આ પ્રકારની સ્થિતી છે.

કોરોના (Corona) સમયમાં લાંબા સમય સુધી આંગણવાડીઓમાં બાળકો આવતા નથી. ત્યારે આવી આંગણવાડીને રીપેર કે નવી બનાવી હોત આવી દયનીય હાલતમાં આંગણવાડી ચલાવી ના પડત. જામનગર મહાનગર પાલિકા દ્વારા આંગણવાડી માટે કરોડો રૂપિયાનો ખર્ચ તો થાય છે. પરંતુ જે રીતે આંગણવાડી ચાલે છે. તેને સામુહિક આંગણવાડી કહી શકાય. એ એટલા માટે અહીં એક સાથે બે કે તેથી વધુ આંગણવાડી એક જ છત નીચે ચાલતી હોય છે. શંકરટેકરી વિસ્તારમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી તો સામે આવ્યું ત્યાં એક સાથે 5 આંગણવાડી સાથે ચાલે છે. તે પણ કોમ્યુનિટી હોલમાં જે છેલ્લા 9 વર્ષથી આ સ્થિતીમાં ચાલે છે. તો અન્ય એક આંગણવાડી જર્જરીત બિલ્ડીંગમાં પહેલા માળે છે. જેમાં બે નાના રૂમમાં કુલ ચાર આંગણવાડી કાર્યરત છે. જયાં છત પરથી પોળા પડતા હોય છે.

સરકાર દ્વારા આંગણવાડી માટે વિવિધ પ્રકારની સવલતો, સાધનો, રમકડા , અનાજ, ઉપકરણો સહીતની વ્યવસ્થા આપવામાં આવે છે. પરંતુ એક હોલમાં ચાલતી સામુહિક આંગણવાડીના કારણે આવા સાધનો, રમકડા સહીતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. કયાંક જગ્યાના અભાવે તે રાખી નથી શકતા. તો કયાંક વરસાદી પાણી ભરાતા આવા સાધનો બગડી ગયા છે. તો એક હોલમાં 5 આંગણવાડીના બાળકો સાથે હોય તો કલબલાટ વચ્ચે આંગણવાડીની પ્રવૃતિ થઈ શકતી નથી. પાંચ આંગણવાડીની સંચાલિકા એક હોલમાં 100થી વધુ બાળકોને રાખવા મુદ્દે અનેક મુશકેલીનો સામનો કરે છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

જામનગર મહાનગર પાલિકાની કુલ 309 આંગણવાડી કાર્યરત છે. જેમાંથી પોતાના મકાનમાં ચાલતી આંગણવાડી માત્ર 161 છે. 36 આંગણવાડી પ્રાથમિક શાળાના મકાનમાં ચાલે છે. 60 આંગણવાડી કોમ્યુનિટી હોલમાં ચાલે છે. 52 જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. 60 પૈકી અનેક એવી આંગણવાડીઓ છે જે એક જ હોલમાં 2 કે તેથી વધુ આંગણવાડી કાર્યરત છે. જે માટે નવી બનાવવાનુ આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા આંગણવાડી માટે કરોડો રૂપિયા ખર્યા છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આંગણવાડીની જગ્યા મુદ્દે કોઈ દરકાર ના કરતા તેને યોગ્ય રીતે લાભ મળતો નથી. એક સાથે અનેક આંગણવાડી માત્ર દેખાવની કાર્યરત કરીને અનેક મુશ્કેલી સંચાલન માટે ઉભી કરવામાં આવી છે. જેનો કાયમી ઉકેલ આવી તેની માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Ankleshwar : હાઇવે ઉપર 6 વાહનો વચ્ચે અકસ્માત, ટ્રકમાં 2 લોકો ફસાતા 3 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ જીવિત બહાર કઢાયા,જુઓ વિડીયો

આ પણ વાંચો : દેશની અનોખી નદી જે નીકળે છે પર્વતોમાંથી, પરંતુ ક્યારેય સમુદ્રને નથી મળતી

Published On - 11:43 am, Wed, 23 February 22

Next Article