Jamnagar : પીએમ મોદી WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડીસીન કેન્દ્રના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

|

Apr 08, 2022 | 9:18 PM

કેન્દ્ર સરકાર દ્રારા જામનગર આવેલા આર્યુવેદના પરીસરને ઈન્ટીડ્ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આર્યુવેદ  (આટીઆરએ)  સંસ્થા કાર્યરત કરી. આ  દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબેરેયસસે ભારતના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WHO GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી.

Jamnagar : પીએમ મોદી WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડીસીન કેન્દ્રના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
Jamnagar Cabinet Minister Sarbananda Sonowal Visit

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)19 એપ્રિલે ગુજરાતના જામનગરની(Jamnagar)  મુલાકાતે આવશે. જે પૂર્વે શુક્રવારે ભારત સરકારના આયુષ વિભાગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી સરબાનંદા સોનોવાલે આ અંગે સતાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ગુજરાતના મુખ્યમંત્રી સહીતના અનેક મહાનુભાવો ખાસ કાર્યકમમાં હાજરી આપશે. ભારત દેશની સાથે ગુજરાત રાજય અને સવિશેષ જામનગરને ગૌરવનુ સ્થાન આપવનાર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડીસીનનુ (Tradition Medicine) કેન્દ્ર જામનગરમાં બનશે. જે સેન્ટરના શિલાન્યાસ કાર્યકમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના અનેક મહાનુભવો ખાસ ઉપસ્થિત રહેશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડીસીનનુ કેન્દ્ર જામનગરમાં બનશે. જેની કેન્દ્ર સરકારે મંજુરી આપ્યાની સાથે તે સેન્ટર તૈયાર કરવાની કામગીરી યુધ્ધના ધારણે શરૂ કરવામાં આવી છે.નવેમ્બરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેસીડીન સેન્ટર બનાવવાની જાહેરાત થઈ હતી. જેને માર્ચમાં કેન્દ્ર સરકાર દ્રારા મંજુરી આપવામાં આવી હતી. 19 એપિલે તેના ભુમિપુજન માટે ભવ્ય કાર્યકમ યોજાશે. જે ભાગે રૂપે આયુષ મંત્રાયલના કેન્દ્રીય કેબીનેટ મંત્રી સરબાનંદા સોનોવાલ જામનગર આવ્યા હતા.

જેમની સાથે જામનગરના સાંસદ પૂનમ માડમે હાજર રહ્યા હતા. જામનગરના ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) જામનગરની મુલાકાત લીધી. ભારત સરકારના આયુષ મંત્રાલયના સેક્રેટરી વૈધ ડો. રાજેશ કોટેચા પણ જામનગર આવ્યા. કેન્દ્ર માટે ફાળવેલ જગ્યાની મુલાકાત લીધી. સાથે 19 એપિલના કાર્યકમને લઈને અધિકારી સાથે મીટીંગ યોજી હતી. જેમાં આઈટીઆરએના ડાયેરકટર ડો. અનુપ ઠાકર, જીલ્લા કલેકટર સહીતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

કેન્દ્રીય મંત્રીએ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો

વિશ્વ આરોગ્ય સંસ્થાના આ વિશેષ કેન્દ્ર માટે રાજય સરકાર દ્રારા જામનગરથી આશરે 10 કિમીના અંતરે આવેલા ગોરધન પરની આશરે 35 એકર જમીન મફતમાં આપવામાં આવી છે. જે માટે કેન્દ્રીયમંત્રી સરબાનંદા સોનોવાલે રાજય સરકારનો આભાર વ્યકત કર્યો. રાજય સરકાર દ્રારા આ માટે જામનગર નજીક 35 એકર જમીન ફાળવણી કરવામાં આવી છે. શહેરથી અંદાજીત 10 કિમી દુરના અંદરે ગોરધન પરની જમીન પર આ વિશાળ સંકુલ તૈયાર થશે. જે માટેની તૈયારીઓનો યુધ્ધના ધોરણે ચાલે છે. અંહી રાત-દિવસ કામગીરી શરૂ કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ સ્થળે વિશ્વ આરોગ્ય સંસ્થાના સભ્ય એવા 138 સભ્ય દેશોની પરંપરાગત ચિકિત્સા પધ્ધત્તિના અભ્યાસ, સંશોધન, ચિકિત્સા પધ્ધતિઓ માનવ કલ્યાણના ઉપયોગમાં આવે તે માટે કેન્દ્રમાં કામગીરી કરવામાં આવશે. આ કેન્દ્ર માટે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર દ્વારા રૂ.250 મીલીયન ડોલરનું બજેટ રાખવામાં આવ્યું છે. જે કેન્દ્રથી આરોગ્ય ક્ષેત્રે જામનગર અને દેશનુ ગૌરવભર્યુ પ્રાપ્ત થશે.

સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોની સફળતા

જામનગરમાં વર્ષોથી 1965 ગુજરાત આયુર્વેદ યુનિર્સિટી તો કાર્યરત છે. આ પ્રાચિન ચિકિત્સા પધ્ધતિનો વિશ્વભરમાં વ્યાપ વધે તે માટે સાંસદ પૂનમબેન માડમે સક્રિયતા દર્શાવી. જેના પરીણામ સ્વરૂપે નવેમ્બર 2020માં કેન્દ્ર સરકાર દ્રારા જામનગર આવેલા આર્યુવેદના પરીસરને ઈન્ટીડ્ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આર્યુવેદ  (આટીઆરએ)  સંસ્થા કાર્યરત કરી. આ  દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબેરેયસસે ભારતના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WHO GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાને WHOની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે. ટુંક સમયમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્ર સરકાર દ્રારા આ દિશામાં આયોજન કરવામાં આવ્યુ. અને ફરી આ કેન્દ્ર માટે પણ જામનગરની પસંદગી કરીને મંજુરી આપવામાં આવી. સાથે ગણતરીના દિવસોમાં તે કેન્દ્રને બનાવવાનુ આયોજન અને યુધ્ધ-ધોરણ અમલીકરણ શરૂ કરવામાં આવ્યુ. જે કેન્દ્ર 2024 સુધીમાં કાર્યરત કરવાનુ આયોજન છે.

આગામી ત્રિદિવસીય ગ્લોબલ આયુર્વેદ એક્ષ્પો ગાંધીનગર યોજાશે

આગામી તારીખ 20, 21, અને 22 એપિલના ત્રિદિવસીય આર્યુર્વેદ એક્ષ્પો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે. જેમાં ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિશ્વભરમાં આયુર્વેદ સાથે સંકળાયેલ સંસ્થાઓ, કંપનીઓ, વૈજ્ઞાનિકો , નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.આયુર્વેદને વિશ્વભરમાં આગવુ સ્થાન આપવા માટે આયુષ મંત્રાયલ દ્રારા વિવિધ પ્રયાસો થાય તે અંતર્ગત આયુર્વેદ એક્ષ્પોનુ ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો :  ગૃહમંત્રીએ કેમ ગુજરાત ઉચ્ચ પોલીસ અધિકારીઓને ટકોર કરી અને કાર્યવાહી કરવા સુધીની પણ વાત કરી

આ પણ વાંચો :  Surat : કોર્પોરેશનના શિક્ષકોએ ગ્રેડ પેના ઝડપી અમલ માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 9:13 pm, Fri, 8 April 22

Next Article